હાથરસમાં દલિત સમાજની યુવતી પર સામુહિક બળાત્કાર અને મારપીટ બાદ યુવતીનું મોત થતાં, દલિત સમાજમાં ભારે રોષ : માંગરોળના તરસાડીમાં મોન કેન્ડલ રેલી યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હાથરસમાં એક દલિત યુવતી ઉપર સામુહિક બળાત્કાર અને ત્યારબાદ અને મારપીટ કરતાં આ યુવતીનું મોત નીપજ્યું છે.જેનાં સમગ્ર દેશનાં અનેક ભાગોમાં વ્યાપક વિરોધ સાથે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારોની પોલીસ ધરપકડ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ અનેક સગઠનો ધરણા, રેલી અને આવેદનપત્ર આપી કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજનાં આગેવાનો અને કાર્યકરો તરફથી માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકમાં આવેલા તરસાડીની જલારામ ચોકડીથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ત્રણ રસ્તા ખાતે આવેલી પ્રતિમા સુધી પોહચી મોતને ભેટનાર યુવતીને શ્રધાંજલિ આપવામાં આવી હટી. આ મોન કેન્ડલ રેલીમાં દલિત, આદિવાસી અને મુસ્લિમ સમાજનાં અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આ તમામે આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી, જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા માંગ કરી છે. આ રેલીમાં વિજય સોલંકી, અરૂણ પરમાર,પીકેશ કટારીયા,બળવંત સોલંકી, દેવેન્દ્ર સોલંકી વગેરે જોડાયા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે કોસંબા પોલીસ મથકનાં પી.એસ.આઈ. પી. ડી. દવેએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.