સુરત જીલ્લાના માંડવી તાલુકાના જેતપુર-કેવડી ઈકો ટુરિઝમ ખાતે જીલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ યોજાયો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ગતરોજ સુરત જીલ્લાના માંડવી તાલુકાના જેતપુર કેવડી ઈકો ટુરિઝમ ખાતે જીલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહનો કાર્યક્રમ માંડવી દક્ષિણ રેન્જના કાર્યવિસ્તારમાં આવતો હોવાથી મદદનીશ વનસંરક્ષક સુરેન્દ્રસિંહ કોસાડાના અધ્યક્ષસ્થાને જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લેપર્ડ એમ્બેસીટર ટીમના સભ્ય કૌસલ મોદીએ વન્યપ્રાણીઓ વિશે તેમજ તેમની પ્રકૃતિ વિશે પોતાના અનુભવો રજુ કર્યા હતા. વધુમાં તેવું પણ જણાવ્યું હતું કે દિપડા આપણા વિસ્તારમાં હશે તો ભુંડની પ્રજાતિ દિવસે દિવસે વધતી જાય છે જેમાં ખેડૂતોને ભૂંડ દ્રારા ખેતરોમાં પાકની નુકસાની સહન કરવાની પડી રહી છે. પરંતુ આ દિપડો આપણા વિસ્તારમાં ન હશે તો ભૂંડની સંખ્યા વધતી જશે અને ખેડૂતોને મોટુ નુકસાન થશે. તેમજ દિપડો ખેડૂતનો મીત્ર છે તેવું પણ જણાવ્યું હતું. રેન્જ ફોરેસ્ટ ઉપેન્દ્રસિંહ રાઉલજી દ્રારા આ કાર્યક્રમમાં આવેલ તમામ મહાનુભાવોને વન્યપ્રાણીઓ વિશે તેમજ આપણા તાલુકામાં જોવા મળતા વન્યપ્રાણીની માહિતી લોકોને આપવામાં આવી હતી. અને આપણા વિસ્તારમાં મુખ્યત્વે દિપડાઓ રહે છે અને તે આપણને રાત્રી દરમ્યાન અવરનવર જોવા મળે છે આવા સમયે આપણે શુ કાળજી રાખવી તેના માટે ઉંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી. વધુમાં એ પણ જણાવ્યું હતું કે આવનાર સમયમાં વન્યપ્રાણી અને માનવ વચ્ચે સંઘર્ષના બનાવો ન બને તે માટે વિશેષ આયોજનની તૈયારી કરી એ દિશામાં વનવિભાગ કામ કરશે. આ પ્રોગ્રામના અધ્યક્ષ મદદનીશ વનસંરક્ષક માંડવીના એસ.સી. કોસાડાએ પણ વન્યપ્રાણીઓ વિશે પ્રોગ્રામને અનુસરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું અને સરકારની અનલોક- ૫ ની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.