કરંજ ગામે લોખંડની ફેક્ટરી પાસે બંધ ગોડાઉનમાંથી ફર્નેશ ઓઈલ કાઢીને લુશ ફર્નેશ ઓઈલ મીક્ષ કરી હેરાફેરી કરતા ઝડપી પાડયા

Contact News Publisher

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જીલ્લાના માંડવી તાલુકાના કરંજ ગામના સીમમાં લોખંડની ફેક્ટરી પાસે ગોડાઉનમાં ટેન્કરો મંગાવીને ચોખ્ખું ફર્નેશ કાઢી ચોરી કરીને તેમા લુઝ ફર્નેશ ઓઈલ મીક્ષ કરી બીલ્ટી મુજબના સરનામે મોકલતા રેડ દરમ્યાન રૂપિયા ૨૩,૯૪,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

ઓપરેશન ગ્રુપ સુરત વિભાગના પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ બાપાભાઈ, ASI મહાદેવભાઈ કીશનરાવ, ASI મહેન્દ્રભાઈ શનાભાઈ તેમજ સ્ટાફના માણસો સાથે પોલીસ મહનિરીક્ષક સુરત વિભાગની સુચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓપરેશન ગ્રુપ સુરત વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગાર સબંધી ગુના અંગેની બંધી નેસ્તનાબૂદ કરવા સુરત ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન ફરતા ફરતા કીમ ચાર રસ્તા તરફ આવત ખાનગી બાતમીદાર મારફતે બાતમી મળેલ કે GIDC ની અંદર આવેલ એક લોખંડની બંધ ફેક્ટરીની બાજુમાં આવેલ ગોડાઉનમાં રહેતો અનિલ તિવારી બહારથી આવતા ઓઈલના ટેન્કરોના ડ્રાઇવર સાથે સંપર્કમા રહી ગોડાઉનમાં બોલાવી ઓઈલના જથ્થાની ચોરી કરી ફેરબદલ કરે છે. જેથી આ બાતમીના આધારે તાત્કાલિક બે રાહદારી પંચો બોલાવી બાતમીથી વાકેફ કરી સાથે રાખી ખાનગી વાહનોની અરસ પરસ ઝડતી કરતા કોઈ ગુનાહીત ચીજવસ્તુ નહીં હોવાની ખાત્રી કરી પ્રાથમિક પંચનામું કરી પંચોને સાથે રાખી ખાનગી વાહનમાં બેસી મળેલ બાતમીના સ્થળે ૨:૧૫ વાગ્યે જઈ જોતાં લોખંડના પતરાનો અર્ધ ખુલ્લો દરવાજો જોવામાં આવતા ત્યાંથી અંદર જોતા એક ટેન્કર પાસે આજુબાજુ ૩ ઈસમો ઉભા હોવાનું જણાતા તેમજ એક ટેન્કરના વાલ્વ સાથે પ્લાસ્ટીકનો પાઈપનો સેડો ફીટ કરેલ હોય અને બીજો સેડો બાજુમાં રાખેલ બે ટેન્ક પૈકીના પ્રથમ ટેન્કમા નાખેલ જોવામાં આવતા પોલીસ અંદર પ્રવેશ કરતા ત્રણે ઈસમો ભાગવાની કોશિશ કરતા એક ઈસમ ગોડાઉનના પાછળના છટરમાથી નાસી છૂટયો હતો અને બે ઈસમોને ઝડપી પાડયા હતા. આ બન્ને ઈશમોને નામ ઠામ પુછતાં નં.૧ અંબરનાથ બોરીવલી બુવાપાડા લાદીનાકા ગણેશચોક તિવારી કલોની થાણે મહારાષ્ટ્રના ૩૭ વર્ષીય અનિલકુમાર ગંગાપ્રસાદ તિવારી તેમજ નં.૨ ટેન્કર ચાલક શાંતિનગર જીહન મેડિકલ સામે સલ્તપન રોડ અંતોપ્ત હીલ મુંબઈ મહારાષ્ટ્રના ૩૫ વર્ષીય મોહંમદ આરીફ મોહમદ હદીશ ખાન જણાવેલ. વધુ પુછપરછ કરતા અનીલ તિવારીએ જણાવેલ કે ગોડાઉન મુનજીભાઈ પાસે ધંધાર્થે વિશ્વાસે ભાડે રાખી મુંબઈથી આવતા ફર્નસ ઓઈલ ટેન્કરના ચાલકો સાથે સંપર્કમાં રહી કરંજ ગોડાઉન ઉપર બોલાવી ટેન્કરમાંથી ચોખ્ખું ઓઈલ કાઢી ચોરી કરીને તેમા લુઝ ફર્નેશ ઓઈલ ભરી જે-તે જગ્યાએ મોકલવામાં આવતુ હોવાનું જણાવેલ તેમજ ટેન્કર ચાલકે મોહંમદ આરીફે જણાવેલ કે શેઠ યોગેશભાઈ વિશ્વાસે બિલ્ટી મુજબનો માલ ફર્નસ ઓઈલ દહેજ ખાતે મંગાવેલ તે સરનામે મોકલતા પહેલા કરંજના અનિલ તિવારીના ગોડાઉનમાં ચોખ્ખું ફર્નેશ ઓઈલ ૪ થી ૫ ડ્રમમા કાઢીને તેમાં લુઝ ફર્નેશ ઓઈલ મીક્ષ કરી મોકલતા હોવાનું જણાવેલ. બન્ને આરોપીને સાથે રાખી ગોડાઉનમાં તપાસ કરતા ફર્નસ ઓઈલ ૨૪,૦૦૦ લીટર ભરેલ ટેન્કર જેની કિંમત ૭,૨૦,૦૦૦/- રૂપિયા, એક ટેન્કર નં. MH 04 GC 7396 એન્જિન નં. ૩૧ ડી ૬૩ ૩૨ ૩૩ ૮૮ ચેચિસ નં. MAT ૪૬ ૬૪ ૨૨ D 5 E ૦૪૩૩૬ જેની કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦/- , ફર્નસ ઓઈલ ૫૦૦૦ લીટર પ્રમાણે ભરેલ બે ટેન્ક મળી ૧૦,૦૦૦ લીટર જેની કિંમત ૩,૦૦૦૦૦, ૨૦૦ લીટરના ૩૨ નંગ બેરલોમા લુઝ ફર્નેશ ઓઈલ ૬૪૦૦ લીટર જેની કિંમત ૧,૨૮,૦૦૦/- રૂપિયા, ૫૦૦૦ લીટરના બે સિનટેક્ષના ટાકાઓમા ચોખ્ખું ફર્નેશ ઓઈલ જેની કિંમત ૧,૫૦,૦૦૦/- રૂપિયા, બે નોઝલ સહીતની મોટરો જેની કિંમત ૨૦,૦૦૦/- રૂપિયા, ૪ પ્લાસ્ટિકના પાઈપના ટુકડાઓ જેની કિંમત ૨,૦૦૦/- રૂપિયા, ૧ જનરેટર જેની કિંમત ૫૦,૦૦૦/- રૂપિયા, નો મુદ્દામાલ મળી આવેલ તેમજ બન્ને આરોપીના અંગ ઝડતી કરતા અનિલ તિવારી ના ખીસ્સા માંથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ ૧ મળી આવેલ જેની કિંમત ૧૦,૦૦૦/- તેમજ રોકડા રૂપિયા ૩૫૦૦/- મળી આવેલ, અને મહંમદ આરીફ પાસેથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ ૧ મળી આવેલ જેની કિંમત ૧૦,૦૦૦/- તેમજ રોકડા રૂપિયા ૧૦૦૦/- મળી આવેલ જે કુલ્લે રૂપિયા ૨૩,૯૪,૫૦૦ /- નો મુદ્દામાલ જપ્ત કરી ચોખ્ખા ફર્નેશ ઓઈલ તેમજ લુઝ ફર્નેશ ઓઈલ આ બન્ને માથી અલગ અલગ-અલગ પ્લાસ્ટિકના ડબ્બામાં ૫૦૦ – ૫૦૦ ગ્રામ ઓઈલ કાઢી બન્ને ડબ્બા ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર ઓપરેશન ગ્રુપ સુરત વિભાગના માર્કાનુ સિલ કરી તમામ મુદ્દામાલ પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરી તમામ વજનદાર વસ્તુઓ રાત્રી દરમ્યાન ખસેડી શકાય તેમ ના હોય જેથી ગુના વાળી જગ્યાનો તમામ મુદ્દામાલ જે-તે સ્થળે પતરાના દરવાજાને તાળું મારી માંડવી પોલીસને સંપર્ક કરી માંડવી પોલીસના નિગરાણી હેઠળ રાખવામાં આવ્યો હતો. આ પકડાયેલ બન્ને આરોપીને COVID- 19 ની મહામારીના કારણે મેડિકલ ઓફિસર પાસે તપાસ કરાવી રીપોર્ટ આવ્યા સુધી કોરોનટાઈન પોલીસ નીગરાણીમા રાખવામાં આવ્યા છે તેમજ અન્ય બે આરોપીઓ જેના નામ યોગેશ તેમજ અશફાક જેના પુરા નામ, સરનામાની ખબર નથી આ બન્ને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ કામના આરોપી પકડાયેલ તેમજ વોન્ટેડ જાહેર થયેલ એક બીજાના સંપર્કમાં રહી પૂર્વા આયોજીત કાવતરું રચી ગુનો કરતા પકડી પાડયા હોવાથી તમામ વિરુદ્ધ ઈપીકો કલમ ૪૦૭, ૧૨૦ (બી) મુજબ કાયદેસર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other