હાથરસમાં દલીત સમાજની યુવતી પર સામુહિક બળાત્કાર અને મારપીટના બનાવમાં સડોવાયેલાઓને ફાંસીની સજાની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉતરપ્રદેશનાં હાથરસમાં એક દલિત યુવતી ઉપર સામુહિક બળાત્કાર અને ત્યારબાદ અને મારપીટ કરતાં આ યુવતીનું મોત નીપજ્યું છે.જેનાં સમગ્ર દેશનાં અનેક ભાગોમાં વ્યાપક વિરોધ સાથે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારોની પોલીસ ધરપકડ કરે અને કડકમાં કડક કાર્યવાહી કરે એવી માંગ અનેક સગઠનો ધરણા, રેલી અને આવેદનપત્ર આપી રહ્યા છે.આજે તારીખ ૮ મી ઓક્ટોબરનાં રોજ સુરત જિલ્લાના નવ તાલુકાઓ માંથી દલિત સમાજનાં આગેવાનો માંગરોળ ખાતે એકત્ર થયા હતા અને આ પ્રશ્ને ત્યાર કરેલ આવેદનપત્ર માંગરોળના ફલ્ડ વિભાગના નાયબ મામલતદાર મયુરભાઈ ચૌધરીને આપવામાં આવ્યું છે આવેદનપત્ર માં ઉપરોક્ત વિગતો સહિત વધુમાં જણાવાયું છે કે પોલીસે આ યુવતીની લાશ સળગાવી મૂકી છે એ પ્રશ્ને સુરત જિલ્લાના દલિતોમાં ભારે રોષ ફેલાયો છે.આ ઘટનાને ઘણા દિવસો થઈ ગયા છે.છતાં ઉત્તરપ્રદેશ સરકારના વહીવટીતંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે આ બનાવમાં જેઓ સામેલ હોય એમની અટક કરવામાં આવે અને અમને કડકમાં કડક સજા કરવામાં આવે અને ભોગ બનનાર પીડિતા ના પરિવારને ન્યાય મળે એવી માંગ કરવામાં આવી છે. સાથે જ આ આવેદનપત્ર રાજ્યના રાજ્યપાલશ્રી ને પોહચાડી દેવા જણાવાયું છે.આ પ્રસંગે અરૂણ ભાઈ પરમાર, દેવેન્દ્ર ભાઈ સોલંકી,હેમંત કટારીયા,ઈશ્વરભાઈ પરમાર, તનોજભાઈ પરમાર,વિપુલ પરમાર,મનીષ ચૌહાણ, હેમંત પરમાર સહિત સુરત જિલ્લામાંમાંગરોળ પોલિસ મથકનાં પી એસ આઈ પરેશ એચ નાયી એ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.