ડાંગના ભુરાપાણી ગામની મહિલાએ એક સાથે ત્રણ તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : મળતી માહિતી મુજબ ડાંગ ના આહવા તાલુકા માં આવેલ ભુરાપાણી ગામે રહેતી ૨૫ વર્ષીય ગર્ભવતી મહિલા વનિતાબેન વાધમારેને ગત રોજ મળશકે અચાનક પેટ માં દુખાવો ઉપડ્યો હતો આ દુખાવો ડીલેવરીનો હોવાનુ જણાતા પરિવાર જનોએ નજીકના શામગહાન રેફરલ હોસ્પિટલ પહોંચવા માટે સાપુતારા ૧૦૮ ઇમરજન્સીનો સંપર્ક કર્યો હતો. જે ઇમરજન્સી કોલ મળતા જ સાપુતારા ૧૦૮ની ટીમ તાત્કાલિક ધોરણે ગર્ભવતી મહિલા ના ધરે પહોંચી હતી અને ડીલીવરી ના દુખાવાથી કણસતી વનિતાબેન ની પ્રાથમિક ડોક્ટરી તપાસ કર્યા બાદ ડિલેવરી માટે ૧૦૮ મારફતે તાબડતોબ શામગહાન રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના ડો.સંકેત પટેલે ગર્ભવતી મહિલાની પ્રાથમિક તપાસ કરતા ત્રણ બાળક હોવાનુ જણાઇ આવતા ડોક્ટર સંકેત પટેલ અને મેડિકલ સ્ટાફની મદદથી ભારે જેહેમત બાદ વનિતા બેનની નોર્મલ ડિલેવરી કરાવી ત્રણ તંદુરસ્ત બાળકોએ જનજીવન આપ્યુ હતુ જયારે એક સાથે ત્રણ તંદુરસ્ત બાળકો ને જન્મ આપતા ડોકટર આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને વધુ સારવાર અર્થે માતા અને ત્રણેય પુત્રોને આહવા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં હાલ માતા અને ત્રણેય પુત્રોની હાલત સ્વસ્થ હોવાનુ જાણવા મળેલ છે ડોક્ટરની ટીમે એક સાથે ત્રણ બાળકોની નોર્મલ ડિલેવરી કરાવતા મેડિકલ સ્ટાફ અને ૧૦૮ ઇમરજન્સી સેવા નો પરિવારજનોએ આભાર વ્યકત કર્યો હતો.