તાપી : બેડકુવાદૂર ગામેથી જીલ્લા પોલીસે 27 હજારનાં ઇંગ્લિશ દારુ સાથે બે ઈસમોને ઝડપી પાડયા : દારુ આપી જનાર એક વોન્ટેડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લાનાં નાયબ પોલીસ અધિક્ષકનાં સ્ટાફે વ્યારા તાલુકાનાં બેડકુવાદૂર ગામે રેડ કરી 27 હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે બે ઇસમને ઝડપી પાડી વિદેશી દારુ આપી જનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કાકરાપાર પોલીસ મથકેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ તાપી જીલ્લાના વ્યારા તાલુકાંનાં બેડકુવદુર ગામે તા. 7મીનાં સાંજે ચાર થી પાંચ વાગ્યાનાં ગાળામાં નાયબ પોલીસ અધિક્ષકનાં સ્ટાફે આમલી ફળિયામાં રેડ કરતાં ( ૧ ) ભરતભાઇ જાનીયાભાઇ ચૌધરી રહે. બેડકુવાદુર આમલી ફળીયુ તા, વ્યારા જી, તાપી અને ( ૨ ) કમલેશમાઇ ભરતભાઇ ચૌધરી રહે. બેડકુવાદુર આમલી ફળીયુ તા, વ્યારા જી, તાપીના ઘરની અંદર તથા ધરની પાછળ આવેલ શેરડીના ખેતરમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઇંગલિશ દારૂની નાની મોટી બોટલ નંગ 179 કિ.રૂ. ૨૭૨૫૪- તેમજ મો.સા. કિ. ૨૦,૨૦૦ / – તેમજ મોબાઈલ નંગ -૨ જેની કિ.રૂ. ૧૦,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. કુલ પ્રોહી મુદ્દામાલ ૨૭,૨૫૦/- તેમજ પકડાયેલ એકટીવા ગાડીની કિ. રૂ. ૨૦,૦૦૦ /- આમ કુલે મુદ્દામાલ કિ.રૂ. પ૭,૨૫૦/-નો ગણી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે. આ ઇંગલિશ દારુનો જથ્થો આપી જનાર રાજુભાઇ જેના પુરા નામ સરનામાની ખબર નથી, જેને આ ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે.
જે અંગે નાયબ પોલીસ અધિક્ષક વ્યાસ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા અ.હે.કો. સંદિપભાઇ હીરાલાલની ફરિયાદનાં આધારે કાકરાપાર પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.