નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત તમામ વર્ગ અને કેડરના કર્મચારીઓને કાયમી કરવા આવેદનપત્ર અપાયું : ઉકેલ ન આવે તો ૧૨મીથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત તમામ વર્ગ અને કેડરના કર્મચારીઓને કાયમી કરી, સરકારી કર્મચારી તરીકે ગણી, તમામ સંલગ્ન લાભો આપવાની માંગ સાથે, આ કર્મચારીઓએ એક આવેદનપત્ર માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારીને પેશ કરી, ઉકેલ ન આવે તો ૧૨મીથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચિમકી આપી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે અમારા યુનિયન તરફથી ગઇ તારીખ ૨ જૂન, ૨૧ જુલાઈ અને ૩ સપ્ટેમ્બરના રજુઆત કરવામાં આવેલી છે. છતાં આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી. અને માંગણીઓ સંતોસાયેલ નથી. જેથી યુનિયનના આદેશ મુજબ કાર્યક્રમ કરવામાં આવનાર છે. જેમાં NHM ગુજરાતના તમામ કર્મચારીઓ તારીખ ૯મી ઓક્ટોબર સુધીમાં કોઈ જવાબ યુનિયનને ન મળશે તો તારીખ ૧૨મી ઓક્ટોબરથી ગાંધીચિધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. આજે તારીખ ૭નાં પેનડાઉન, તારીખ ૯ના માસ સીએલ અને તારીખ ૧૨મી થી અચોક્કસ મુદતની હડતાળ પર કર્મચારીઓ ઉતરશે. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાના NHM ના તમામ કર્મચારીઓ જોડાનાર છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other