હાથરસની ઘટનાનાં વિરોધમાં તાપી જિલ્લા કૉંગ્રેસ સમિતિ તરફથી “મૌન સત્યાગ્રહ”
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તા:5/10/2020 ના તાપી જિલ્લા જિલ્લા સેવા સદન ખાતે હાથરાસમાં યુવતી પર થયેલ દુષ્કર્મ ને લીધે મુખ્યમંત્રી યોગી નું રાજીનામા ની માંગણી સાથે તાપી જિલ્લા કૉંગ્રેસ સમિતિ તરફથી “મૌન સત્યાગ્રહ” માં મોટી સંખ્યામાં દરેક કૉંગ્રેસ કાર્યકરોએ જોડાયા..જેમાં ડો.તુષારભાઈ એ.ચૌધરી ( માજી રાજ્ય કેન્દ્રીય મંત્રી રોડ અને પરીવહન ભારત સરકાર ) સુનિલ ભાઈ ગામીત ( ધારા સભ્ય નિઝર) ,ગજરા બેન એ.ચૌધરી ( પ્રમુખ તાપી જિલ્લા પંચાયત ) ભીલા ભાઈ ગામીત ( પ્રમુખ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ ) સિદ્ધાર્થ ભાઈ ચૌધરી ( પ્રમુખ વ્યારા તાલુકા પંચાયત ) રામ ભાઈ હરી ભાઈ ગામીત ( માજી મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ) રેહેના બેન ગામીત ( અદયક્ષ ICDS તાપી ) ગમન ભાઈ ગામીત ( પ્રમુખ વ્યારા કોંગ્રેસ સમિતિ ) તેજસ ભાઈ એ.ચૌધરી ( તાપી કોંગ્રેસ સમિતિ ખજાનચી ) રાજેશભાઈ ગામીત ( ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મંત્રી ) નિલેશ ભાઈ કે. ગામીત ( પ્રમુખ વ્યારા વિધાનસભા યુવક કોંગ્રેસ ) તેમજ વિવિધ સેલ ના હોદ્દેદારો પ્રમુખો, હાજર રહીયા હતાં.