નિઝર : વકીલને માર મારવાની ઘટનાનો વ્યારા બાર એસો. દ્વારા સખત વિરોધ : આવેદનપત્ર અપાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા . ૦૩/૧0/૨૦૨૦ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે વ્યારા વકીલ મંડળના હોદેદારો તથા સભ્યોની ઓનલાઈન મીટીંગ મળી હતી. જેમાં નિઝર તાલુકાના ખનોરા ગામમાં યુવક – યુવતિના રાજીખુશીથી થયેલ પ્રેમલગ્ન મુદદે થયેલી બબાલમાં લગ્ન કરાવનાર નિઝર તાલુકાના નવી ભીલભવાલી ગામે રહેતા વકીલ મિત્ર રીતેષકુમાર મનોહરભાઈ વળવીને તથા તેમના ઘરના વ્યકિતઓને તા. ૨૯/૦૯/૨૦૨૦ ના રોજ યુવતિના પરના વ્યકિતઓ તથા તેમના માણસો કુલ્લે છ આરોપીઓ દ્વાર માર મારવાનો બનાવ બનવા પામેલ હતો. જે ઘટનાને સખ્ત શબ્દોમાં વકીલોએ વખોડી કાઢી છે અને રોષની લાગણી વ્યકત કરી છે તથા ભવિષ્યમાં આવી અઘટીત ઘટના ન બને તે માટે નિઝર પોલીસને જાણ કરી કસુરવારો સામે સખ્ત પગલાં લેવા તેમજ સજા થાય તે રીતે યોગ્ય તપાસ કરવા રજુઆત વ્યારા વકીલ મંડળના પ્રમુખના હોદાએ રજુઆત કરવામાં આવેલ તથા યુવતિ તરફના છ વ્યકિતઓ કે જે આ ઘટનાના છ આરોપીઓ છે તેમના તરફે જામીનના કામે કે કેસ ચાલવા સમયે ટ્રાયલના કામે વ્યારા વકિલ મંડળના કોઈ વકિલમિત્ર કોર્ટમાં હાજર થઈ બચાવ કરશે નહી કે કોઈ રજુઆત કરશે નહી તથા આવા બનાવ ભવિષ્યમાં કોઈ વકિલમિત્રો સાથે ન બને તે બાબતે એડવોકેટ પ્રોટેકશન એકટ ઘડવામાં આવે તેવી આપ સાહેબને વિનંતી કરીએ છીએ .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other