માંગરોળ તાલુકાના લુવારા ગામે વનમંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે ૫૦ લાખના વિકાસકામોનું લોકાર્પણ

Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના લુવારા ગામે રાજ્યના વન અને આદિજાતિ વિભાગનાં સિનિયર કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે રૂપિયા ૫૦ લાખના ઉભા કરાયેલા વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં નિર્માણ થયેલ વોકવે, આંબેડકર આવાસ યોજના હેઠળ નિર્માણ કરાયેલા પાંચ જેટલા આવાસો અંબામાં ના મંદિરનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં કૉંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ સુરત જિલ્લા પંચાયતનાં સભ્ય જયચંદભાઈ વસાવાએ કોંગ્રેસ પક્ષનો છેડો ફાડી મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે કેસરિયો ખેસ પેહરીને ભાજપમાં પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.