ચીચીનાગાંવઠા વન વિભાગ ની ટીમે કોયલીપાડા જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો ભરેલી સ્કોડા કાર ઝડપી પાડી કુલ ૯૯.૪૪૦ હજાર નો મુદામાલ કબજે કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : મળતી માહિતી મુજબ વધઇ થી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પરથી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની બાતમી દક્ષિણ ડાંગ વન વિભાગના ડીએફઓ દિનેશ રબારી ને મળેલ હતી જે બાતમીને આધારે ચીચીનાંગાવઠા રેંજ આરએફઓ ભોયે તેમજ વનકર્મીઓની ટીમે ઝાવડા રાઉન્ડ માં આવેલ કોયલીપાડા બીડ વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ આરંભયુ હતુ તે દરમિયાન રાત્રી ના ૮.૦૦ વાગ્યે ના સુમારે કોયલીપાડા તરફ થી એક શંકાસ્પદ લાલ કલર ની સ્કોડા કાર નંબર જીજે ૧૦ એસી ૯૯૩૦ પસાર થતી દેખાતા વનકર્મી ઓએ બાતમી વાળી સ્કોડા કારનો ફિલ્મી ઢબે પીછો કરી કોયલીપાડા નજીક આવેલ જંગલ વિસ્તારમાં સ્કોડ કાર ને ઝડપી પાડી હતી વળી લાકડા ચોરીને અંજામ આપનાર કાર ચાલક અંધારાનો લાભ લઇ ભાગી જવામાં સફળ રહયો હતો. જયારે વન કર્મીઓ એ સ્કોડા કારની અંદર તલાસી લેતા કારની અંદર છુપાવેલા ગેરકાયદે ૧૬ નંગ ૦.૪૯૨ ધન મીટરના સાગી ચોરસા મળી આવ્યા હતા. જેની બજાર કિમત રૂ ૩૪.૪૪૦ હજાર જયારે કાર ની કિ.રૂ ૬૫ હજાર મળી કુલ ૯૯.૪૪૦ હજારનો મુદા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે વન વિભાગની ટીમે ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી કરનાર ભાગી છુટેલા ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા માટે ના ચક્રો ગતિમાન કર્યા હતા.