ઉમરપાડા ખાતે યુવકો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના છેવાડા આવેલ ઉમરપાડા તાલુકામાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી એક્શન યુવા ગૃપ – બ્લડ ડોનેટ સેતુ યુવા કાર્યક્રમ અને ખેલમંત્રાલય ભારત સરકાર નેહરૂ યુવા કેન્દ્ર – સુરત માધ્યમથી તાલુકા સમસ્ત યુવાનોના ઉપક્રમે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોરોના સમયગાળામાં મોટી હોસ્પિટલોમાં રક્તની અછત સર્જાય રહી છે, તેને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ઉમરપાડાના રેંજ ફોરેસ્ટ વિશ્રામગૃહ, ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.ઉમરપાડા,માંડવી અને માંગરોળ તાલુકાના યુવાનોએ ઉત્સાહ થી ભાગ લીધો. ઉમરપાડાનાં યુવાનો દ્વારા પ્રથમ વખત રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રથમ પ્રયત્ન થકી ૧૦૪ યુનિટ બ્લડ ભેગુ થયુ. ૧૦૪ કોવિટ હેલ્પ લાઇન નંબર અને બ્લડ માટે પણ ૧૦૪ હેલ્પ નંબર છે. આ કાર્યક્રમમાં સહભાગી ફાળો આપનાર આઇ એમ હુમન ગૃપ અને સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીની બ્લડ બેંકની ટીમ ઉપસ્થિતિ રહી હતી.આર એફ ઓ અનીલ પટેલ, રેંજ ઓફિસર વડપાડા અને સ્ટાફ, પોલીસ સ્ટાફ ઉમરપાડા, ઉપસ્થિતિ રહ્યા હતા.