આહવા પોલીસે ચાર ગાય અને વાછરડાને કતલખાને જતાં બચાવી લીધા

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આહવા ખાતે રહેતા પ્રશાંતભાઈ બોરસે, સુરેશભાઈ નાયર, અમર જગતાપ, સંજયભાઈ પાટીલ સહિતના યુવાનો આહવાના પ્રવેશદ્વાર સ્થિત નાકાપરથી પસાર થતી પિકઅપ્પ વાન ન. GJ 05 BV 3039 શંકાસ્પદ લાગતા તેને અટકાવી તપાસ કરતા તેમાં બે ગાયો મળી હતી જેની કિંમત 20 હજાર અને બીજી પિકઅપ વાન ન.GJ 21 W 3678 ને અટકાવતા તેમાં બે ગાયો અને એક વાછરડુ મળી આવ્યો હતો જેની કિંમત 42 હજાર થાય છે આ બન્ને ટેમ્પો ને આહવા ના યુવાનો પોલીસ મથકે લઈ ગયા હતા જ્યાં પોલીસે 3039 ના ચાલક તેજસ રમણભાઈ પટેલ ઉ.વ.34અને ક્લીનર હિતેશ અરવિંદભાઈ પટેલ ઉ.વ.24 બંને રહે. ચાપલધરા ડુંગરી ફળિયો તા.વાંસદા અને પિકઅપ 3678 ના ચાલક અક્ષય અનિલભાઈ પટેલ રહે સામ્બા જૂનો પટેલ ફળિયો તા.મહુવા જી.સુરત અને ક્લીનર જૈમિત રાજેશભાઇ પટેલ ઉ.વ.20 રહે.સિંધાડ વરલી ફળિયો તા.વાંસદા જી.નવસારી નાઓ વિરૂદ્ધ મદદગીરી થી ગેરકાયદેસર ગૌવંશ ભરી પિકઅપ માં પરમીટ વગર ઘાસ પાણી ની વ્યવસ્થા વગર કુર રીતે દોરડા થી બાંધી કતલ કરવાના ઈરાદા થી લઈ જવા બદલ બે પિકઅપ ની કિંમત 9 લાખ ગૌવંશ ની કિંમત 42 હજાર ગણી 9 લાખ 42 હજાર નો મુદ્દોમાલ તાપસ અર્થે જપ્ત કરી ગુજરાત એનિમલ એકટ 2017 મુજબ નો ગુનો નોંધ કરી એ.એસ.આઇ આહવા પોલીસ સ્ટેશને પ્રિતેશભાઈ ગોવિંદભાઈએ ગુન્હો નોંધાવ્યું હતો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *