તાપી : સોનગઢ પોલીસ સ્ટેશનના ખાણ – ખનિજ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  મે ઇચા. પોલીસ અધિક્ષક સાહેબશ્રી જી તાપીએ હાલમાં નો વેલ કોરોના વાયરસ COVID – 19 સંક્રમણ ન ફેલાય તે સારું કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા અનલોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે અન્વયે તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા પોલીસ ઇન્સપેકટર શ્રી ડી.એસ.લાડ સાહેબ એલ.સી.બી. તાપીની મૌખિક સુચના આપેલ હોય જે અનુસંધાને આજરોજ એ.એસ.આઇ. ભુપેન્દ્રભાઈ યશવંતરાવ બ.ન. ૨૭૮ તથા અ.હે.કો. લેબજીભાઇ પરબતજીભાઇ બ.નં  ૬૮૭ તથા અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ બ.નં. ૬૫૪ તથા અ.હે.કો. અનીલભાઇ રામચંદ્ર બ. ન. ૬૬૦ તથા પો. કો. દિપકભાઇ સેવજીભાઈ બ.નં -૭૧૪ તથા પંચોનાં માણસો સાથે ખાનગી વાહનોમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશનનાં વિસ્તાર પેટ્રોલિંગમાં હતાં તે વખતે સાથેનાં અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ બ.નં -૭૧૪ ને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, સોનગઢ પો સ્ટે ફ.ગુ.ર.નં. ૭૮ / ૨૦૧૮ ઇપીકો કલમ ૩૭૯,૧૨૦ બી . તથા માઇન્સ એન્ડ મીનરલ ( ડેવલપમેન્ટ એન્ડ રેગુલેશન ) એક્ટ ૧૯૫૭ ની કલમ ર ૧ ( ૧ ) તથા ગુજરાત મીનરલ ( પ્રિવેન્યાન ઓફ ઇલ્લીસ માઇનીંગ , ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેઝ ) રૂલ્સ ર ૦૧૭ ના નિયમ ૨૧ ( ૨ ) મુજબના કામનો વોન્ટેડ આરોપી સુકરભાઇ ગમાભાઇ ગામીત રહે – ઘાં ચીકુવા તા.સોનગઢ જી.તાપી , જેણે શરીરે વાદળી કલરનું અડધી બાંયનું શર્ટ તથા કાળા કલરની સાદી પેન્ટ પહેરેલ છે જેવી બાતમી પોલીસ સ્ટફ તથા પંચોના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમી મુજબનો ઇસમ નજરે પડતા જેને કોર્ડન કરી સોશયલ ડીસ્ટન્સ હેઠળ ઉભો રાખવામાં આવેલ અને પંચો રૂબરૂ સદર ઇસમનું નામ ઠામ પુછતા તેણે પોતે પોતાનું નામ સુકરભાઇ ગમાભાઇ ગામીત ઉ.વ .૩૯ રહે – ઘાંચીકુવા તા.સોનગઢ જી.તાપીનો હોવાનો જણાવેલ. જેણે આ ગુનાની કબુલાત કરેલ હોય સોનગઢ ઇસ્લામપુરા ટેકરા પાસેથી તા.૦૨ / ૧૦ / ૨૦૧૭ ના રોજ કલા ક.૧૧ / ૪૦ વાગે CRPC ૪૧ ( ૧ ) આઇ મુજબ પકડી પાડેલ અને હાલમાં કોરોના મહામારી અનુસંધાને નામદાર હાઇકોર્ટની ગાઈડ લાઈન મુજબ આરોપીની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની કાર્યવાહી કરવાની હોય જેથી મેડીકલ કરાવવા તજવીજ કરી ઘટીત કાર્યવાહી કરવા સોનગઢ પોલીસ સ્ટેશન તરફ મોકલી આપેલ છે.

આમ ઉપરોક્ત ગુનાના કામે શ્રી ડી. એસ.લાડ સાહેબ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. તાપી તથા તેમની ટીમને વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other