માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી ત્રણ કૃષિકાયદા પરત ખેંચવા આવેદનપત્ર અપાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા ત્રણ કાળા કૃષિ કાયદાબીલ સામે વિરોધ નોંધવી આ બીલો પરત ખેંચવાની માંગ સાથેઆજે તારીખ ૨૮ મી ના રોજ માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર પેશ કર્યું છે. રાજ્યપાલને સંબોધીને લખાયેલ આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં લોકસભામાં કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્ય વિધેયક, કૃષિ સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક અને કૃષિસેવા કરાર વિધેયક આમ કુલ ત્રણ કાળા કૃષિ કાયદાના બીલો સામે આમ આદમી પાર્ટી એ વિરોધ નોંધાવી આ બીલો પરત ખેંચવા પ્રશ્ને માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આ બિલોના વિરોધમાં દેશના કેટલાક રાજ્યોના ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતના ૭૦ લાખ ખેડૂતો વતી આ આવેદનપત્ર આપ્યું છે. કોરોના મહામારીના નામે ઉંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી બીલ પસાર કરવું જોઈએ.પરંતુ ચર્ચા કર્યા વિના ઉતાવળે બીલ પસાર કરવા પાછળ સરકારના ખેડૂત વિરોધી ઇરાદાઓ સ્પષ્ટ થાય છે. અંતમાં આમ આદમી પાર્ટી આ કાયદા ઓનો વિરોધ કરે છે.