બારડોલી તાલુકા શિક્ષકસંઘની ચૂંટણીમા બળવંત પટેલની પેનલ વિજયી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણી બાબેન પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં ચૂંટણી કન્વીનર તરીકે વિશ્વજીતભાઈ ચૌધરી, શૈલેષભાઈ પટેલ, ચૂંટણી કન્વીનર તરીકે સેવા આપી હતી. જેમાં બારડોલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર મતો આપ્યા. ગત ટર્મમાં કરેલાં કામોને શિક્ષકોએ આવકારી ટીમને અભિનંદન આપ્યા હતાં. કુલ ૫૨૨ શિક્ષકોમાંથી ૫૦૫ શિક્ષકોએ મતદાન કર્યું હતું.જેમાં ૭૧ ટકા મત મેળવી બળવંતભાઈ પટેલની ટીમ જંગી બહુમતીથી વિજય જાહેર થઈ હતી.
પ્રમુખ- બળવંતભાઈ પટેલ – ૩૫૦ મત હિતેશ ચૌધરી ૧૫૨ મત, મહામંત્રી- રજીતભાઈ ચૌધરી – ૩૬૩ મતધનેશ પટેલ ૧૪૦ મત, સિનિયર કાર્યવાહક પ્રમુખ- આશિષભાઈ મૈસુરીયા-૩૩૮ મત દિલીપ પટેલ કાર્યવાહક પ્રમુખ- શૈલેષભાઈ પટેલ- ૩૩૯ મત, જીતેન્દ્ર ચૌધરી ૧૬૪ મત,નાણાંમંત્રી- મોહનભાઇ ચૌધરી- ૩૫૪ મત દલપત ભાઇ ધોડિયા ૧૪૮ મત,ઉપ પ્રમુખ- બીપીનચંદ્ર ભારતી- બિન હરીફઉપ પ્રમુખ – કુમેદભાઈ ચૌધરી – બિન હરીફ,ઉપ પ્રમુખ – ભિખુભાઈ રાઠોડ- બિન હરીફઆમ બળવંત ભાઇ પટેલની સંપૂર્ણ પેનલ વિજયી થઇ હતી આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ અને મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી અને કન્વીનર અનિલભાઈ ચૌધરી, રાજ્ય કક્ષાના શિક્ષક જ્યોતના સંપાદક વિશ્વજીતભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. આ ચૂંટણી કામગીરીમાં માંડવી તાલુકાના ટીચર્સ સોસાયટીના મંત્રી અશોકભાઈ ચૌધરી અને તેમની ટીમે સુંદર કામગીરી બજાવી. જે બદલ સુરત જિલ્લા સંઘે આભારવ્યક્ત કર્યો હતો. તેમજ તમામ કામગીરીની વ્યવસ્થા માટે બાબેન પ્રાથમિક શાળાના આચાર્ય ભાવેશભાઈ લાડનો આભાર વ્યક્ત કર્યો છે પ્રમુખ તરીકે વિજેતા બળવંતભાઈ પટેલે તમામ શિક્ષકોની કામગીરી કરશે એવી ખાતરી આપી હતી.