માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખપદે મોહનસિંહ ખેર (મુન્ના ભાઇ) બિનહરીફ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન મોસાલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમા સુરત જિલ્લા શિક્ષક સંઘ ના સલાહકાર સમિતિ કન્વીનર અનિલભાઈ ચૌધરી, જિલ્લાસંઘના ઉપપ્રમુખ ઇમરાનખાન પઠાણ, અસ્વીનસિંહ વાંસીયા, મોહનસિંહ ખેર, બાબુભાઇ ચૌધરી, રાજેન્દ્ર સિંહ વાંસદિયા, રાજુભાઈ ચૌહાણ, મનહરભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.બે મિનિટ નુ મૌન પાળી, આમંત્રિત મેહમાનોને પુષ્પ આપી સ્વાગત કરાયું હતુ, મહામંત્રી બાબુભાઇ ચૌધરીએ હિસાબો મંજુર કરવા,ગતસભાની કાર્યવાહીને બહાલી આપવાની ચર્ચા કરી સર્વાનુમતે હિસાબો મંજુર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અગામી ત્રણ વર્ષમાટે નવા હોદ્દેદારોની બિનહરીફ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે મોહનસિંહ વી ખેર (મુન્ના ભાઈ), મંત્રીપદે બુભાઇ એમ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખપદે રાજેન્દ્ર સિંહ એન ચૌહાણ, કાર્યવાહક પ્રમુખપદે મનહરભાઈ એમ પરમાર, ઉપપ્રમુખપદે દિનેશભાઇ આર પરમાર, નાણાંમંત્રીપદે મહેશભાઈ સી ગામીત અલ્પેશ કુમાર જે પટેલ નો સમાવેશ થાય છે. અનિલભાઇ ચૌધરીએ પોતાના પવક્તવ્યમાં જણાવ્યું કે આપણાં હકો સંગઠન થીજ મેળવી શકાય છે તેમજ જિલ્લાસંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલના નેતૃત્વમા ખુબ સારૂ કામ ચાલે છે, અસ્વીનસિંહ વાંસીયા, ઇમરાનખાન પઠાણે પ્રસંગને અનુરૂપ વાત કરી શુભેચ્છા આપી હતી, પ્રમુખ મોહનસિંહ ખેરે પોતાના પ્રવચનમા કહ્યું કે આપણે અધિકારી, પદાધિકારી સાથે સંકલન મા રહીને ખુબ સારા કામ કરાવી શક્યા છીએ અને અજયસિંહે જે કામ કર્યા છે તે બદલ એમનો આભાર વ્યક્ત કર્યો હતો. આભારવિધિ નરેશભાઈ (દત્તુભાઈ) વશીએ આટોપી હતી.