નાનીનરોલી GIPCL કંપનીની કમ્પાઉન્ડ વોલ ઉપર રાત્રીના દીપડો દેખાયો : કંપની દ્વારા પાંજરૂ મૂકવા વન વિભાગને જાણ કરાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે આવેલ GIPCL કંપનીની કંમ્પાઉન્ડ વોલ ઉપર દીપડો નજરે પડતાં, કંપની દ્વારા ઉપરોકત સ્થળે પાંજરૂ ગોઠવવા વનવિભાગની વાંકલ કચેરીને જાણ કરવામાં આવી છે.આજથી ચાર દિવસ અગાઉ GIPCL કંપનીનો ઝાખરડા ગામની સીમમાં આવેલા ગ્રીન બેલ્ટ એરિયામાં દીપડાએ એક બકરી અને વાછરડીનો શિકાર કર્યો હતો ત્યારબાદ વનવિભાગ દ્વારા ઉપરોક્ત સ્થળે પંચકેશ કરી, પશુપાલકને વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ દીપડો છેલ્લા બે દિવસથી રાત્રીના સમયે કંપનીના ગ્રીન બેલ્ટએરિયામાંથી બહાર આવી રહ્યો છે, રાત્રી દરમિયાન દીપડો કમ્પાઉન્ડ વોલ ઉપર બેઠો હતો ત્યારે ફરજ ઉપરના સિક્યુરીટી સ્ટાફ દ્વારા આ દીપડાની તસવીર પણ લેવામાં આવી છે. અને વનવિભાગને તસવીર સાથે પાંજરૂ ગોઠવવા લેખિતમા માંગણી કરવામાં આવી છે