તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં જાહેર કરાયેલું સ્વૈચ્છિક લોકડાઉન આજથી હટાવી દેવાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક લોકોએ જીવ ગુમાવી દેતાં, ગ્રામ પંચાયત દ્વારા ગત તારીખ ૧૨ થી ૧૨ દિવસ સુધી એટલે કે આજે તારીખ ૨૪ સુધી પ્રજાજનો અને વેપારીઓના સહકારથી લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો. જ્યારે બજારનો સમય સવારે ૭ થી બોપોરે ૧૧ સુધી રાખવામાં આવ્યો હતો. ગામનાં કેટલાંક વિસ્તારો કોરોન્ટાઇન્ટ જાહેર તથવાથી પંચાયતે સુરત કલેકટર સહિત સંબંધિત અધિકારીઓને આ અંગેની જાણ કરી દીધી હતી.જ્યારે આરોગ્ય અધિકારીની કચેરી તરફથી ગામનાં કેટલાક વિસ્તારોમાં કોરોનાની ટેસ્ટીંગની કામગીરી હાથ ધરાઈ હતી. આજે બાર દિવસો પૂર્ણ થતાં લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે. જો કે છેલ્લા ત્રણ – ચાર દિવસથી કોઈ કેસ નોંધાયો નથી. આજથી બજારો નિયમિત રીતે કાર્યરત થઈ ગયા છે.