ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વઘઇ ગામમાં સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આર.એસ.એસ.ના ટૂંકા નામથી ઓળખાતું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના રાષ્ટ્રભક્તિ યુક્ત શાખા કાર્યોથી તો ઓળખાય જ છે સાથો સાથ રાષ્ટ્ર પર જ્યારે કુદરતી કે માનવસર્જિત આપત્તી આવી પડે છે ત્યારે સેવા કાર્યોમાં સંઘના સ્વયંસેવકો સૌથી આગળ પડતા હોય છે.જેને પગલે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વઘઇ ગામમાં સેવા સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સપ્તાહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિ ને લઈને સેવા કાર્ય ગ્રામજનો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સહયોગથી વઘઇમાં કોરોના મહામારીમાં ઇમ્યુનિટી બુસ્ટર તરીકે આયુર્વેદિક ઉકાળો બનાવી મફત વિતરણ કરવામાં આવ્યું હતું સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સેવકો દ્વારા લોકોને કોરોના વાઇરસ વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. સેવા સપ્તાહ અંતર્ગત ઉકાળા વિતરણ કાર્યક્રમમાં તાલુકા કાર્યવાહ ગોવિંદભાઈ બી કુંવર,જીલ્લા સેવા પ્રમુખ રવિ ભાઈ સુર્યવંશી, વઘઇ ના પંકજભાઈ પટેલ સહિત સેવકો એ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો