સોનગઢ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સોનગઢ મુકામે તાપી જિલ્લા પંચાયત વહીવટી તંત્ર , તાપી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ , સોનગઢ તાલુકા આરોગ્ય વિભાગ તથા રોટરી કલબ – રોટરેકટ કલબ વ્યારા અને શ્રી અગ્રવાલ સમાજ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મહારાજા અગ્રસેન ભવન , સ્ટેશન રોડ , ફોર્ટ સોનગઢ ખાતે કરવામાં આવ્યું હતું . કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સોનગઢ તાલુકા હેલ્થ ઓફીસર ડૉ . દીપકભાઈ ચૌધરીએ રકતદાનના મહાત્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે સાંપ્રત કોરોના ના વિકટ સમયમાં આ પ્રકારના કેમ્પનું સોનગઢ જેવા આદિવાસી વિસ્તારમાં આયોજન થવું એક મોટી ઉપલબ્ધી છે . માતા મરણ , બાળ મરણ અને સિકલસેલના વિવિધ ઉદાહરણો આપતા ડૉ . ચૌધરી સાહેબે વારંવાર રોટરી કલબના આ સેવા કાર્યને બીરદાવ્યું હતું . આ પ્રસંગે અગ્રવાલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ અગ્રવાલ , અગ્રવાલ સમાજની યુવા પાંખના પ્રમુખ અને નગરસેવક અમીતભાઈ અગ્રવાલ , સામાજીક અગ્રણી પી . કે . શાહ , રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સોનગઢ શાખા પ્રમુખ ચંદનભાઈ ગોહીલે પોતાના વિચારો રજુ કર્યા હતા અને આદિવાસી બહુલ વિસ્તારમાં આવા કેમ્પનું વખતોવખત આયોજન થતું રહે એવી કામના કરી હતી.

આજના આ કેમ્પમાં ૧૭ યુનીટ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું . આજના કાર્યક્રમમાં મીઝુ તરફથી મીનરલ વોટરની બોટલ તેમજ માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા . બ્લડ ડોનેશન કેમ્પ માટે અગ્રવાલ સમાજ ટ્રસ્ટ તરફથી મહારાજા અગ્રસેન ભવનની જગ્યા વપરાશ વિના મુલ્ય આપવામાં આવી હતી . બ્લડ બેંક વ્યારાની સમગ્ર ટીમ – ડૉકટર્સ તેમજ સપોર્ટ સ્ટાફનો સહયોગ મળ્યો હતો . તેમજ દરેક રકતદાતાને બ્લડ બેંક તરફથી ફુડ પેકેટ , પ્રમાણ પત્ર તેમજ બ્લડ ગૃપ કાર્ડ અને રોટરી કલબ તરફથી પ્રમાણપત્ર અનાયત કરવામાં આવ્યા હતા .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other