આહવા પોલીસ 14 ભેંસો ભરેલો આઇસર ટેમ્પો પકડી તલાસી લેતા ક્રૂરતાપૂર્વક ભરેલ બે ભેંસોનું મોંત
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના આહવા પોલીસ ને મળેલ બાતમીના આધારે ભરુચ થી ધુલિયા જતો 14 ભેંસો ભરેલો ટેમ્પો પકડ્યો હતો, તેમાં તલાશી લેતા ક્રૂરતાપૂર્વક ભરેલ હોઈ બે ભેંસોનું ટેમ્પોમાં મૃત હાલતમાં હતી જયારે બાકીની ભેંસોને પાંજરાપોળમાં મોકલાવી બે ઈસમોની અટક કરવામાં આવી.
આહવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્ટેબલ અરવિંદભાઈ જાનુભાઈને ઉપરથી મળતી બાતમી મળી હતી કે વઘઇ થી આહવા જતા માર્ગે ચીકટિયા ગામ થી દોઢ કિલોમીટર એક આઇસર ટેમ્પો જી.જે. 16 ઇ.1150 રોડ પર ઉભો છે તેમાં ખીચો ખીચ્ચ ભેંસો ભરેલી છે અને મહારાષ્ટ્રના કોઈ કતલખાને લઈ જવાના છે. તે આધારે આહવા પોલીસ ટિમ સાથે બાતમી વાળી જગ્યાએ પહોંચી જોતા બાતમી વાળો ટેમ્પો ઉભો હતો તેમાં પાછલા ભાગેથી તાંડપત્રી ઉંચી કરી જોતા તેમાં ખીચોખીચ કુરતા પૂર્વક ભેંસો ભરેલી હતી. તેમાં બે ભેંસો ટેમ્પમાં નીચે પડેલી હાલતમાં હોઈ હલાવી જોતા કોઈ હલન ચલન ન લાગતા નજીકી પશુ તબીબને બોલાવી તપાસ કરાવતા બે ભેંસો મરી ગઈ હોવાની પુષ્ટિ થઈ હતી. જેથી ટેમ્પો ચાલક નખી રસુલ મુસ્તુફા ઉ.વ.30 રહે. લીંબાયત બાલા નગર સુરત હાલ રહે.આંટી જિલ્લા વડોદરા અને ઈંદ્રિશ ઇસ્માઇલ મલેક રહે આંટી જી.વડોદરા ની અટક કરી હતી અને ભેંસોની કિંમત 140,000 અને ટેમ્પોની કિંમત 8,50000 કુલે 990000 ગણી આહવા પોલીસ કો. પ્રદીપભાઈ શિવજીભાઈએ આગળની કાર્યવાહી હાથ ધરી પશુ એકટ મુજબ નો કુરતાપૂર્વક ખીચો ખીચ્ચ ટેમ્પમાં ભેંસો ભરી બે ભેંસોનો મૃત્યુ થયેલ છે જે અંગે કાયદેસરની પશુ સાથે ઘાતકીય રીતે દોરડાથી બાંધી કતલ ખાને લઈ જતાનો ગુન્હો નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી 12 જીવિત ભેંસોને અષ્ટગામ પાંજરાપોળમાં મોકલાવી હતી.