તાપી જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન યોજના) હેઠળ રૂપિયા ૨૦ હજારનો લાભ મળશે
(માહિતી બ્યુરો; વ્યારા) : સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લામાં ગરીબી રેખા નીચે જીવતા (0 થી 20)નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી અથવા આકસ્મિક મૃત્યુ થાય અને મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિની ઉંમર 18 થી વધુ અને 60 વર્ષથી ઓછી હોય તેવા સંજોગોમાં તેવા કુટુંબને એક વખત રૂપિયા ૨૦ હજારની સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા કુટુંબના મુખ્ય કમાનાર વ્યક્તિના અવસાનની તારીખથી બે વર્ષમાં મામલતદાર કચેરીમાં આવેલ સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક સાધી જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવાની રહેશે તેમ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યુ છે. …….