માંગરોળ તાલુકાના ઝરણી ગામના નિશાળ ફળીયાના સ્થાનિકો માટે કોસંબાની સેવાભાવી સંસ્થાએ મનાવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના ઝરણી ગામે નિશાળ ફળીયામાં ઘણા કેટલાં સમયથી પીવાનાં પાણીની સમસ્યા ઉદ્દભવી હતી કારણકે ફળીયામાં માત્ર એકજ સરકારી કૂવો હતો અને એ કુવાના પાણીથી સમગ્ર સ્થાનિકોની પીવાના પાણીની જરૂરિયાત સંતોસાતી હતી અને એજ કૂવો સમગ્ર સ્થાનિકોના પાણીનો એકમાત્ર શ્રોત હતો પણ તે પણ કૂવો ધોધમાર વરસાદને કારણે તૂટી જતા સમગ્ર સ્થાનિકો પાણી માટે વલખા મારતા થઇ ગયા હતા. પોતાના વિસ્તારમાં પાણીનો નવો શ્રોત ઉભો થાય અને દરેક ઘરમાં પીવાનું પાણી મળી રહે એ આશામાં સ્થાનિકોએ ઘણી સંસ્થાઓ અને મોભાદાર વ્યક્તિઓને સંપર્ક કરી રજૂઆત કરી હતી કે પીવાનાં પાણીની સમસ્યા નો કોઈ ઉકેલ આવે ત્યારે નિરાશ બનેલા ઝરણી ગામના નિશાળ ફળીયાના સ્થાનિકોની આશાનું કિરણ બની કોસંબાની સેવભાવી સંસ્થા એ પહેલાં કારી સ્થાનિકોની વહારે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું અને નિશાળ ફળિયાના સ્થાનિકો માટે પીવાના પાણીનો બોર અને ઇલેકટ્રીક મોટરની વ્યવસ્થા કરી આપતા સ્થાનિકોનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાતા સ્થાનિકોમાં ઘણી ખુશી અને આંનદ નો માહોલ સર્જાયો હતો.