ઉચ્છલ પોલીસે આઇસર ટેમ્પામાં લઈ જવાતી 13 ભેંસોને ઉગારી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઉચ્છલ પોલીસે ને.હા.નં .૫૩ ઉપરથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઇ જવાતી 13 ભેંસોને ઉગારી લીધી.
ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ આજરોજ 11 વાગ્યાનાં અરસામાં સોનગઢ તરફથી નવાપુર તરફ જતાં ને.હા.નં .૫૩ ઉપર HP પેટ્રોલપંપ નજીક આવેલ જંગલખાતાની ઓફીસ પાસેથી આરોપીઓ (૧) ગોર મહમદ ન્યાજ મહમદ પઠાણ ઉ.વ .૪૧ રહે.ઝંખવાવ મામા ફળીયું તા.માંગરોળ જી.સુરત અને (૨) સાહીલ સઇદ મુલ્લાની ઉ.વ .૨૦ રહે.ઝંખવાવ મુલ્લાની ફળીયું તા.માંગરોળ, જી.સુરતએ તેમનાં કબજાના આઇસર ટેમ્પો નંબર GJ – 16 – Z – 8072 ની કિ.રૂ. કિ.રૂ .૩,૦૦,૦૦૦ / -માં નંગ -૧૩ ભેંસો જેની કિ.રૂ .૧,૩૦,૦૦૦/-ને ખીચોખીચ અને ટૂકી દોરી વડે બાંધી , ખાવા માટે કોઇ ઘાસચાર પાણીની સગવડ વિના લઇ જતાં અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તેમજ સક્ષમ અધિકાર પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઇ જતાં પોલીસે ઝડપી પાડી 13 ભેંસોને ઉગારી લીધી હતી. તેમજ ઝાકીર કરીમ મુલ્લાની રહે.ઝંખવાવ મુલ્તાની ફળીયું તા.માંગરોળજી.સુરતનાએ ભેંસો ભરાવી ભરાવી આપી હોય તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વધુ તપાસ ઉચ્છલ પોલીસ કરી રહી છે.