વઘઇ ખાતે પોષણ માસની ઉજવણી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૧૭: ડાંગ જિલ્લામાં ઉજવાઈ રહેલા પોષણ અભિયાયન અંતર્ગત જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આઈ.સી.ડી.એસ. (I.C.D.S.) આહવા, અને વર્લ્ડ વિઝનના ત્રિવેણી સંગમે પોષણ અભિયાન-૨૦૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આઈ.સી.ડી.એસ.ના પ્રતિનિધિ, વર્લ્ડ વિઝનના મેનેજરશ્રી, અને વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળલગ્ન, બાળયૌન શોષણ, કુપોષણ અને પોષણ જેવા વિષયો વિશે મહત્વની માહિતી હાજર ખેડૂત બહેનો, અને આંગણવાડી બહેનોને આપી હતી. જેમાં પોષણ અને મહિલા જાગૃતિકરણને પ્રાધાન્ય આપ્યું હતું.
ઉપરાંત આંગણવાડી વર્કર કે જેમણે પ્રસંશનિય કાર્ય કર્યું હતું તેમને ન્યુટ્રિશન કીટ આપી અભિનંદન આપ્યા હતા. આ સિવાય પણ હાજર આંગણવાડી બહેનો અને ખેડૂત બહેનોને ન્યુટ્રિશન કીટ અને શાકભાજીનું ધરુંનું વિતરણ કે.વિ.કે., વઘઇ કેન્દ્ર તરફથી કરવામાં આવ્યું હતું. તેઓને ન્યુટ્રિશન કીટ નો ઉપયોગ ગાર્ડનમાં કઈ રીતે કરવું અને તેનું આહારમાં મહત્વ શું છે તે સમજાવ્યું હતું. તેના ઉદાહરણ સ્વરૂપે સરસ એવો વિડીયો પણ રજુ કરવામાં આવ્યો હતો. તેમજ હાજર તમામ બહેનોનને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરી કુપોષણ દૂર કરવા અને લીલી શાકભાજી ખાવા માટે પ્રોત્સાહન કર્યા હતા.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના 115 થી વધારે બહેનોએ ઉત્સાહપૂર્ક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જી.જી.ચૌહાણ અને તેમની ટીમે ખુબજ પ્રસંશનિય કામગીરી કરી હતી.