ખેડૂતમિત્રો માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિલક્ષી સલાહ
હવામાન આધારીત કૃષિ સલાહ
સમ્યવિજ્ઞાન વિભાગ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરુચ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂતમિત્રો માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિલક્ષી સલાહ
૧. પાક કપાસ
• પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ : ટી મોસ્કીટો બગ – કપાસનો નવો શત્રુ અને તેનું નિયંત્રણ – નુકસાન થયેલ ભાગ તોડીને નાશ કરવો. લીમડાની લીંબોળીની મીંજનો ૫ % અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૨૦ ( ૧ ઈસી ) થી ૪૦ ( ૦.૧૫ ઈસી ) મિ.લિ. અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી જીવાતની શરૂઆત જણાય તે વખતે છંટકાવ કરવો. ખેતરની અંદર છાંયડો ના પડે તેની કાળજી રાખવી કારણ કે , આ જીવાત છાંયડાવાળા ભાગમાં વધારે નુકસાન કરે છે . ખેતરની અંદરના તથા શેઢા – પાળા પરના યજમાન છોડ જેવા કે સ્માર્ટ વીડ અને લેન્ટનાનો નાશ કરવો કારણ કે આ જીવાત આવા નીંદણના છોડોમાં સંતાઈ રહે છે.
ગુલાબી ઇયળનું સંકલિત વ્યવસ્થાપન – મોજણી અને નિગાહ માટે હેકટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા શૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નિયંત્રણના પગલા શરૂ કરી દેવા. ૪૦ ફેરોમોન ટ્રેપ પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા . ટ્રેપની ઘૂર (સેપ્ટા) દર ૨૧ દિવસે બદલવી.
• કીટનાશકનો છંટકાવ કરતાં પહેલાં કપાસના છોડ પરથી વિકૃત થઇ ગયેલ ફૂલ / ભમરી તોડી લઇ ઇયળ સહિત નાશ કરવો. પ્રોફેનોફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથ્રીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા સાયપરમેથીન ૨૫ ઇસી ૦૪ મિ.લિ. અથવા અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૦૩ મિ.લિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 03 ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૮ ઇસી 10 મિ. લિ. અથવા ફેન પ્રોપેથીન ૩૦ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી વારાફરતી છંટકાવ કરવો.
ર. પાક – મગ અને ચોળી
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ : પાનના ટપકાંને રોગ અને ભૂકીછારો – કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજો છટકાવ ૧૨ દિવસે કરવો. આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલ હોય તો તેને દૂર કરવા. શરૂઆતમાં રોગિષ્ટ છોડ દેખાય છોડ દેખાય તો ઉપાડી નાશ કરવો.
3. પાક ડાંગર
પાક અવસ્થા : ફૂટ અને જીવ અવસ્થા
કૃષિ સલાહ : રોગ અને જીવાત નિયંત્રણ – પાનનો ઝાળ રોગ / બેક્ટરીયલ લીફ બ્લાઇટ – રોગની શરૂઆત થાય ત્યારે ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સક્રેટ અને ૨૦ ગ્રામ કોપર ઓકિઝકલોરાઈડ ૫૦ % વેપા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કર મોડી ખડખડીયો / બ્લાસ્ટ – રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ % વેપા ૬ ગ્રામ અથવા અથવા કાન્ડાઝીમ પ 0 % વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫.૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા. પર્ણ ચ્છેદ નો સૂકારો – કાબેંડાઝીમ ૫૦ % વેપા ૧૦ ગ્રામ અથવા અથવા વેલીડામાયસીન ૩ % એસએલ ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયાં – ચૂસીયાનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જોઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવું. પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદોને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. ફેરરોપણી પછી ૩૦-૩૫ દિવસે કાસ્ટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૨૦ કિ . ગ્રા) અથવા કાર્બોફયુરાન ૩ જી (૩૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્દ્રાનીલીપોલ 0.૪ % જી (૧૦ કિ. ગ્રા) અથવા ઇમિડાક્લોપ્રીડ 0.3 % જી (૧૫ કિ. ગ્રા.) પ્રતિ હેક્ટર પ્રમાણે ખેતમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત આપવાથી ચૂસીયાંનો ઉપદ્રવ કાબૂમાં રહે છે, ચૂસીયાં અને ગાલમારની ઇયળના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ % એસપી ૪ ગ્રામ અથવા ક્લોથીયાની ડીન ૫૦ % ડબલ્યુજી ૫ મિ.લિ. અથવા ફ્લોનીકામા ઈડ ૫૦ % ડબલ્યુજી ૩ ગ્રામ અથવા લેમડા સાયહેલોગ્રીન ૫ % ઈસી ૫ મિ.લિ. અથવા ડીનોટોફ્યુરાન ૨૦ % એસજી 1 ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ % એસસી ૨૦ મિ.લિ. અથવા થાયોમેથોક્ઝામ ર ૫ % ડબ્લ્યુજી ૨ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૪. પાક – મરચી
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ : મરચીના પાકમાં થ્રીપ્સનું નિયંત્રણ. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનોભૂકો પ00 ગ્રામ (૫ % અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• ફેરરોપણી બાદ 30 દિવસે ઇન્ડોક્વઝાકાર્બ ૧૪.૮ એસએલ ૧૦ મિ.લિ. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી ૩ ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫ એસસી ૩ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી ૨૦ મિ.લિ. અથવા સાયાટ્રાનીલીપોલ ૧૦.૪ ઓડી ૩ મિ.લિ. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૧.૫ % + ફીપ્રોનિલ ૩.૫ એસસી 5 મિ.લિ. અથવા ક્લબેન્ડીઆમાંઇડ ૧૯.૯૨ + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨ એસસી ૫ મિ.લિ. પ્રોફેનોફોસ ૪૦ % + ફેનપાયરોક્ષીમેટ ૨૫ ઇસી ૦ મિ.લિ. અથવા પાયરિપ્રોસીફેન પ ઇસી + ફેન પ્રોપેથીન ૧૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
૫. પાક – કેળ
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ : સીગાટોસા – પાનનાં ત્રાકિયાં ટપકાંનો રોગ – કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન દર ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેંતરની બહાર કાઢી બાળીને નાશ કરવો . • રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
૬. પાક – મકાઇ
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
કૃષિ સલાહ : પાનનો સૂકારો મેઇડીસ લીફ બ્લાઇટ – ટેબૂકોનાઝોલ ૨૫ % ઇસી ૧૦ મિ.લિ. અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ % ઇસી ૧૦ મિ.લિ. અથવા મેન્કોઝેબ ૭૫ % વેપા ૨૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ % ગૌમૂત્ર ( ૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી ) અથવા લીમડાના પાનનો ૧૦ ટકાના અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
સૌજન્ય : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારા (તાપી)