લોકલાડીલા હૃદય સમ્રાટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ ની ડાંગ જિલ્લામાં ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ગુજરાતના પવિત્ર ધરાના પનોતા પુત્ર,દેશના લોકલાડીલા હૃદય સમ્રાટ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ડાંગ જિલ્લામાં ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ડાંગના 311 ગામોમાં ભાજપ નેતાઓ,આગેવાનો સહીત મહિલા કાર્યકરો દ્વારા સફાઈ અભિયાન અને હોસ્પિટલમાં દર્દીઓને ફળ ફળાદી સાથે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના 70 માં જન્મ દિવસ ને વિશિષ્ટ રીતે ઉજવવા ગુજરાત ભાજપની 1 કરોડ થી પણ વધુ કાર્યકર્તાઓની ફોજ ‘સેવા પરમો ધર્મ’ના ભાવ સાથે તા.14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ રક્તદાન શિબિરો,વૃક્ષારોપણ,સ્વચ્છતા અભિયાન, સહિત ગરીબ દર્દીઓ,જરૂરિયાતમંદો ને મદદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની જન્મ દિવસની અનોખો ઉજવણી કરવામાં આવી હતી. ડાંગ જિલ્લામાં ત્રણે તાલુકાઓમાં ભાજપી કાર્યકરો,પદાધિકારીઓ સહિત નેતાઓ દ્વારા ગામે ગામ સફાઈ અભિયાન સાથે હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફળ સહિત ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. આહવાના સિવિલ હોસ્પિટલમાં ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ ,ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા ,માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી,સરપંચ હરિરામભાઈ સાવંત,મહામંત્રી રમેશભાઈ ગાંગુર્ડે,મહિલા મોરચાના સુમનબેન આઇટી સેલના ગીરીશભાઇ મોદી .મેરીશભાઈ પવાર,સહિત કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે સુબિર તાલુકામાં ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી,માજી તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીત,મહામંત્રી દશરથભાઈ પવાર,યુવા મોરચા સંજયભાઈ પાટીલ ની આગેવાની માં સફાઈ અભિયાન બાદ સીએચસી સુબિરમાં દર્દીઓને ફળ ફળાદી સાથે બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.આ સાથેજ વઘઇ તાલુકાના સાકરપાતાળ ગામે મહામંત્રી કિશોરભાઈ ગાવીત,મંગલેશભાઈ ભોયે,સુભાષભાઈ ગાઈન સહિત કાર્યકર્તાઓ દ્વારા ગરીબોને ફળ અને બિસ્કીટ વિતરણ કરી સેવા કરી હતી.સંદર્ભે ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના અર્થતંત્રને દ્રઢ સુદૃઢ કરી દેશને સુખ સમૃદ્ધિ આત્મ નિર્ભર સર્વશ્રેષ્ઠ બનવા તરફ અગ્રેસર બનાવતી સરકાર જનતાના આશીર્વાદ થી સતત બીજી વખત પ્રચંડ જનાદેશ સાથે સ્થાપિત થઈ છે.દેશ તેમના નેતૃત્વમાં રાષ્ટ્રહિત ના અનેક ઐતિહાસિક નિર્ણયોનો સાક્ષી બન્યો છે.દેશના ગરીબ અને જરૂરિયાત મંદ નાગરિકોને મુખ્ય પ્રવાહમાં લાવી તેમની માટે સમૃધ્ધિના દ્વાર ખોલવા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી સાચા અર્થમાં ગરીબોના સુરક્ષા કવચ તરીકે સ્થાપિત થયા છે.
આમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 70માં જન્મ દિવસ માં 71માં મંગળ પ્રવેશ માટે નાનામાં નાનો કાર્યકર થી માંડી નેતા આગેવાનો જિલ્લાભરમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે વિકાસની કેડી કંડારી રાજકીય ધમધમાટ જારી રાખવા સાથે જન્મ દિવસ ને અનોખી રીતે ઉજવી મિસાલ કાયમ કરી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other