તાપી : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિને મુખ્યમંત્રી ” મહિલા ઉત્કર્ષ યોજના”નો પ્રારંભ
વ્યારા ખાતે મહિલા અગ્રણી હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો
(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મ દિને “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” નો શુભારંભ કરાયો હતો.જે અન્વયે ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે મહિલા અગ્રણી હેમાલીબેન બોઘાવાલાની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો યોજાયો હતો.
આ પ્રસંગે પ્રેરક ઉદબોધન કરતા હેમાલીબેને જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નારીશક્તિના કૌશલ્યને બહાર લાવવા સંવેદનશીલ નિર્ણયો લઈ તમામ ક્ષેત્રે મહિલાઓને અગ્રતા આપવામાં આવી રહી છે. તમામ વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનવી તેમના સપના સાકાર કરવા નવી દિશા ખોલી આપનારી આ યોજના સહિત મહિલા ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓ આ સરકારે અમલી બનાવી છે. તેમણે મહિલાઓને જાગૃત બની આ યોજનાઓનો મહ્ત્તમ લાભ લઈને સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો.
તેમણે મહિલાઓ સ્વ સાથે પરિવાર અને સમાજના વિકાસનો આધાર બની શકે, તથા તથા વર્તમાન કોરોના સમયમાં બદલાયેલી સામાજિક આર્થિક નવી જીવનશૈલીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેવો રાજય સરકારનો સતત પ્રયાસ રહ્યો છે.તેમ જણાવી પરસ્પર સંકલન અને હકારાત્મક અભિગમ સાથે મહિલા કલ્યાણની જૂથ પ્રવૃત્તિઓ વધારવા ઉપર ભાર મુક્યો હતો. આ પ્રસંગે શ્રીમતી બોઘાવાલાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી આર.જે હાલાણીએ જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને સમગ્ર વિશ્વમાં અલગ ઓળખ અપાવી છે. તેમની દિર્ધ દ્રષ્ટિને કારણે આજે આપણે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરીને આગળ વધી રહ્યા છીએ. ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ આજે મહિલાઓના ઉત્કર્ષ માટે નવી યોજના અમલમાં આવી છે. આ યોજનાઓથી આપણા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રની તમામ મહિલાઓનો સર્વાંગી વિકાસ થશે એવી આશા વ્યક્ત કરી હતી.
વધુમાં કોવિડ-૧૯ ની મહામારીમાં ઉભી થયેલ પ્રતિકૂળતામાં આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતુ બનાવવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે. આમ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં એક લાખ ગૃપ તેમાં સમાવિષ્ઠ ૧૦ લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જન ની પ્રવૃત્તિઓમાં જોડી સ્વાવલંબી બનાવવાનો સરકારનો હેતુ છે.
કલેક્ટરશ્રીએ આ યોજનામાં સરકારી બેંકો, ગ્રામીણ બેંકો,પ્રાઈવેટ બેંકો, સરકારી બેંકો, ઉપરાંત ક્રેડિટ કો.ઓપ. મંડળીઓ,આર.બી.આઈ. માન્ય એમ.એફ.આઈ. અને અન્ય ધિરાણ સંસ્થાઓ અમલીકરણ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ.કર્યા બાદ ધિરાણ આપી શકશે તેમ જણાવી ઉમેર્યુ કે, આ યોજનાના સુચારૂ અમલ માટે સ્વૈચ્છિક સંસ્થાઓની પણ મદદ લેવાશે. આ યોજનાનો યોગ્ય પ્રચાર થાય અને વધુમાં વધુ મહિલાઓ જોડાય,જૂથની રચના,તાલીમ,બેંક સાથેનુ જોડાણ માટે આ સંસ્થાઓની સેવા લેવામાં આવનાર છે ત્યારે આ યોજનાઓનો લાભ લઇ મહિલાઓ પગભર અને સશક્ત બને તે માટે આપણે સૌ ભેગા મળી મહિલા સશક્તિકરણ માટે સરકારના પ્રયાસને વધાવીએ. આ પ્રસંગે નગર પાલિકા પ્રમુખશ્રી મહેરનોષ જોખી અને ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.જે.નિનામાએ પ્રેરક ઉદબોધન કર્યુ હતુ. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સખી મંડળોને લોન સહાયના મંજુરી હુકમોનું વિતરણ કરાયું હતુ. કાર્યક્રમની શરૂઆતમાં ચીફ ઓફિસર વ્યારા શૈલેષ પટેલે સ્વાગત પ્રવચન કરતા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે સોનગઢના ચીફ ઓફિસર પૂર્વી પટેલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે વ્યારા મામલતદાર ડી.બી.ભાવસાર, મહિલા મોરચાના કૈલાશબેન, તમામ બેન્કર્સ સહિત પદાધિકારી/અધિકારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.
…….