ચમત્કારને નમસ્કાર, પાતલદેવી રેલવે ફાટકથી ગામ સુધીનો માર્ગ ખરાબ હોય, કોંગ્રેસીઓ ધરણા પર બેસે એ પહેલા જ સમારકામ શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી કોસંબા થી ઝંખવાવ જતા માર્ગ ઉપર પાતલદેવી રેલવે ફાટક આવે છે. આ ફાટકથી ૭૦૦ મીટરની લબાઈ ધરાવતો ફાટકથી પાતલદેવી ગામ સુધીનો માર્ગ જર્જરીત હાલતમાં હોય, ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. અગાઉ રાજ્ય સરકારે આ માર્ગ બનાવ્યો હતો. આ માર્ગ પર જ ગામનું સ્મશાન ગૃહ પણ આવેલું છે. વાંકલ અને ઝંખવાવ જવા માટે ટૂંકો માર્ગ હોય ગ્રામજનો આજ માર્ગનો ઉપયોગ કરે છે. આ માર્ગનું સ્મારકામ કરવા માટે જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય પુષ્પાબેન એન ચૌધરીએ અનેકો વખત લેખિત તથા મૌખિકમાં કરી હોવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી ન કરવામાં આવતા, આખરે આજે તારીખ ૧૭ મી સપ્ટેમ્બરના રોજ માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિના કાર્યકરો આ પ્રશ્ને વાંકલ વન વિભાગની કચેરી ખાતે બોપોરે ૧૨ વાગ્યે ધરણા ઉપર બેસનાર હતા. પરંતુ સવારથી જ આ માર્ગની મરામતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આમ તંત્રની આંખ ઉગાડવા માટે કોગ્રેસે કાર્યક્રમ આપ્યો હતો. આખરે ચમત્કાર ને નમસ્કાર થવા પામ્યો છે. આ કાર્યક્રમમાં રમણભાઈ ચૌધરી, રૂપસિંગભાઇ ગામીત, શાબુંદીન મલેક, બાબુભાઇ ચૌધરી સામજીભાઈ ચૌધરી વગેરે હાજર રહ્યા હતા.