સુરત સિવિલ હોસ્પિટલમાં પગાર મુદે સફાઈ કામદારોની વીજળીક હડતાળ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત નવી સિવિલહોસ્પિટલના કેમ્પર્સમાં કાર્યરત કોવિડ હોસ્પિટલના ૩૦-૪૦ સફાઈ કામદારો પગારમુદે વીજળીક હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સિવિલના કેમ્પસમાં ૫૦૦ થી વધુ સફાઇ કામદારો સહિત વર્ગ-૪ ના કામદારો ફરજ બજાવે છે. એમાંથી ૩૦-૪૦ જેટલા કામદારો પગારમુદે હડતાળ પર ઉતરી ગયા હતા.ત્રણ કલાક સુધી કામથી અળગા રહ્યા હતા. જેને પગલે હોબાળો મચી જતાં સિવિલના RMO ડો. કેતન નાયક અને કોન્ટ્રાક્ટરનો મેનેજર પણ દોડી આવતા આખરે RMO એ સમાધાન કરાવતા કામદારો ફરજ ઉપર ચઢી ગયા હતા. કામદારોને પગાર પણ ચૂકવી દેવામાં આવ્યો હતો. સરકાર તરફથી કોન્ટ્રાકટ પર કામ કરતા કામદારોના પગાર ચૂકવવા માટે સમયસર ગ્રાન્ટ મળતી ન હોવાથી આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.