તાપી LCBએ વિરપુર રેલ્વે ફાટક પાસેથી 12.14 કી.ગ્રા. ગાંજો ઝડપી પાડ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત રાજયના પોલીસ મહાનિદેશકશ્રી, દ્વારા ગુજરાત રાજયમાં દારૂ તથા નાર્કોટીક્સને લગતી બદી સદંતર નાબુદ કરવા માટે રાજયભરમાં ડ્રાઇવ આપેલ છે. જે ડ્રાઇવ અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ સુરતએ તમામ જીલ્લામાં ડ્રાઇવ બાબતે અસરકારક કામગીરી કરવા માટે સુચનાઓ આપેલ છે. જે ડ્રાઇવ અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ની ટીમને આ ડ્રાઇવ બાબતે તાપી જીલ્લામાં મહત્તમ કેસો કરી આ બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપેલ જે અન્વયે આજરોજ તા .૧૬ / ૦૯ / ૨૦૨૦ ના રોજ એલ.સી.બી. ટીમ કેસ શોધવા બાબતે પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન વિરપુર ગામની સીમમાં સોનગઢથી વ્યારા તરફ આવતા રેલ્વે ફાટક પાસે એક TVs NTORQ 125 મોપેડનો ચાલક પોલીસને જોઇને મોપેડ છોડીને નાસી ગયેલ જે મોપેડ ચેક કરતા તેમાં ગાંજા જેવી શંકાસ્પદ વસ્તુ જણાઇ આવતાં જે અંગે પોલીસ અધિક્ષકશ્રી તાત્કાલીક એસ.ઓ.જી.ની ટીમને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અન્વયે સ્થળ ઉપર જઇ ચેક કરતા જે ઇસમ TVs NTORQ 125 મોપેડ અજાણ્યો ચાલક છોડીને નાસી ગયેલ તેમાંથી બે સ્કુલ બેગ તથા મોપેડની ડીકીમાંથી કુલ ૧૨.૧૪૦ કિલો ગ્રામ કુલ કિ.રૂ.૧,૨૧,૦૪૦ / – વનસ્પતિ જન્ય ગાંજો તથા નંબર વગરની TVs NTORQ 125 કિ.રૂ .૩૦,૦૦૦ / – એમ કુલ્લે કિ.રૂ .૧,૫૧,૦૪૦ / – નો મુદ્દામાલ કબ્બે કરેલ છે.

વ્યારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ કલમ- ૧૯૮૫ની કલમ- ૪ ( સી ) ૨૦ ( બી ) મુજબની સ.ત. ફરીયાદ એ.એસ.આઇ. નારાણભાઇ રામજીભાઇ બારોટ નોકરી એલ.સી.બી.શાખાએ આપેલ છે. આ કામગીરીમાં શ્રી એચ.સી. ગોહિલ, પો.ઇન્સ. એસ.ઓ.જી. તાપી, અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ, આ.પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ, આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ, આ.પો.કો. દિગ્વીજયસીંહ કોદરસીંહ, અ.પો.કો. શશીકાંત તાનાજીભાઇ, આ.પો.કો. રાજેશભાઇ જુલીયાભાઇ, ડ્રા.પો.કો. નરેન્દ્રભાઇ તથા ડ્રા.પો.કો. સુનિલભાઇ જોડાયેલ હતા. આ ગુનાની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વ્યારા પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other