વરલી મટકા જુગાર બંધ કરાવવા આવેદન બાદ પોલીસ સફાળી જાગી : વાંકા ચાર રસ્તા પર ચાલતા વરલી મટકા જુગારના અડ્ડા ઉપર રેડ : બે ઝડપાયા એક વોન્ટેડ
નિઝર તાલુકામાં એલ.સી.બી. તાપી અને નિઝર પોલીસ દ્વારા વરલી જુગાર મટકા રમાડનારા અડ્ડા પર રેડ : વારલી મટકા જુગાર રમાડનારામા ફફડાટ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના નિઝર તાલુકામા આજ રોજ એલ.સી.બી.તાપી અને નિઝર પોલીસ દ્વારા નિઝરના વાંકા ચાર રસ્તા પર ચાલતા વરલી મટકા જુગાર રમાડનારાઓ પર રેડ કરતા વરલી મટકા જુગાર રમાડનારા બે ઈસમને ઝડપી પડ્યા હતા. અને એક ઈસમ ફરાર થઇ ગયો હતો.
નિઝર તાલુકાના વાંકા ચાર રસ્તા પર આવેલ પતરાવાળા શેડમા મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર પૈસા રમાડવામાં આવતા હતા. જેમાં એલ.સી.બી. અને પોલીસ દ્વારા અચાનક રેડ કરતા વરલી મટકા જુગાર રમાડનારા બે ઈસમને ઝડપી પાડ્યા હતા. અને એક ઈસમ ફરાર થઇ ગયો હતો. વાંકા ચાર રસ્તા પર આવેલ એક પતરાવાળા શેડમા વરલી મટકા જુગાર રમાડનારા અનિલભાઈ શિવદાસભાઈ પાડવી અને દિલીપભાઈ કુમારિયાભાઈ પાડવી ને ઝડપી લેવાયા હતા. તેમજ શાંતુભાઈ મોતિયાભાઈ પાડવી ને વોન્ટેડ જાહેર કરાયો છે. એલ.સી.બી. તાપી અને પોલીસના રેડથી વાંકા ચાર રસ્તા પર આવેલ પતરાવાળા શેડમા મુંબઈથી નીકળતા વરલીમટકા જુગાર રમાડનારા ઈસમો પાસેથી કાગળ પર પેનથી લખેલા 2965 રૂપિયા અને બે મોબાઈલ જેમની કુલ રકમ 1000 રૂપિયા કુલ મળીને 3965 રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા હતા. અને એક ઈસમ ફરાર થઇ ગયો હતો. જેઓને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.