ડાંગ જિલ્લામાં બેંક કર્મચારી તેની બહેન અને એક યુવાન સહિત 3 પોઝીટીવ આવતા આંક 73 પર પહોંચ્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે એક બેન્ક નાં કર્મચારી અને તેની બહેન તેમજ સુરત ખાતે હીરા ઘસવાનું કામ કરી પરત આવતા યુવાન મળી ટોટલ 3નો કેસ કોરોના પોઝીટીવ આવતા આંકડો 73 પર પહોંચ્યો હતો.
ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે આવેલ બેન્કના મેનેજર મૂળ રહે. નાસિકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમની સાથેના સહકર્મચારી ઉ.વર્ષ 31 રહે.પી.ડબ્લ્યુ.ડી. કોલોની આહવા અને તેમની બહેન ઉ.વર્ષ 25 એ સેમ્પલ લઈ ટેસ્ટ કરાવતા તેમનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે આહવા તાલુકાના નાની દાબદર ગામે રહેતો એક 30 વર્ષીય યુવાન જેઓ સુરતના સચીન ખાતે એક કંપનીમાં હીરા ઘસવાનું કામ કરતા ત્યાં તેની સાથે કામ કરતા ઘણા યુવાનોનો રિપોર્ટ પોઝીટીવ આવતા બધા કર્મચારીઓને ઘરે મોકલી આપ્યા હતા અને આ યુવાને પણ ડાંગ માં સેમ્પલ ટેસ્ટ કરાવતા તેનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આમ લ ડાંગ જિલ્લામાં મંગળવારે કુલ 3 કેસ નવા નોંધાતા જિલ્લામાં કુલ 73 પર પહોંચ્યો છે. જ્યારે હાલે 9 કેસ એક્ટિવ છે એને લઈ જિલ્લા વહીવટીતંત્ર વધુ સજાગ બન્યું છે અને પ્રજાજને અનિવાર્ય કામ વગર ઘર થી બાહર નહિ નીકળવા સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવા અને ફેસ માસ્કનો અનિવાર્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.