આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે મામલતદારને આવેદન અપાયું
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકા મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે તા. ૧૫/૯/૨૦૨૦ના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ એક્ટ-૨૦૧૯ રદ કરવામાં આવે. અને સંવિધાનની પાંચમી અનુસૂચિનો અમલ કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત બંધારણીય અધિકાર છે તેને કાયમ લાગુ કરવામાં આવે. અને બિન આદિવાસીઓના હાથમાં જે જમીન છે. તે જમીનને પરત આદિવાસીઓને આપવામાં આવે. તેમજ ૭૩ એ.એ.માં જમીન સબંધિત સંશોધન રદ કરવામાં આવે. અને ૭૩ એ.એ.ને કાયમી લાગુ કરવામાં આવે. જંગલોના સવધના નામે ખાનગી કંપનીઓને જંગલોની ફાળવણી કરવાનો બંધ કરો. અને અનુસૂચિત ૫ અને વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અનુસાર જંગલોના સંવર્ધન તથા પુન:નિર્માણ માટે સામુદાયિક વન અધિકાર સુનિશ્ચિત કરવામાં આવે. તાપી-નર્મદા સિવરલીક યોજના બંધ કરો. દેશની સૂકી નદીઓને પુન:જીવિત કરો. તેમજ પાણી સ્થાનિક સ્ત્રોતનું સંવર્ધન પુન:નિર્માણ કરવામાં આવે. દિલ્લી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ (d.m.i.c.) બંધ કરો. લઘુ તેમજ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપી બેરોજગાર યુવાઓને રોજગારી સુનિશ્રિત કરો. જાતિના દાખલા મેળવવા સરકારના પરિપત્ર સિવાયના પુરાવા માંગવાનું બંધ કરવામાં આવે. અન્ન સુરક્ષા કાયદા હેઠળ અગ્રતા ક્રમમાં સમાવેશ કરવાની પેંડીગ અરજીઓ તાત્કાલિક નિકાલ કરવામાં આવે. દરેક આદિમજુથ-વિધવા બહેનોના કુટુંબને અંત્યોદય અન્ન યોજના હેઠળના રેશનકાર્ડ બનાવી આપવામાં આવે.
આ આવેદનપત્ર પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવે તો આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આગામી દિવસોમાં ઝુંબેશ માટે તૈયાર છે જેની નોંધ લેવા તંત્રને ધ્યાન દોરાયું છે.