આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે સોનગઢ મામલતદારને આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપી ટૂંક સમયમાં કાર્યવાહી ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ઝુંબેશ હાથ ધરવાની ચિમકી ઉચ્ચારી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે કે. સોનગઢ તાલુકાના તમામ ગામોના એક કુટુંબમાં વધુ સભ્યો ધરાવતા કુટુંબોને રેશનકાર્ડ વિભાજિત કરાવેલ છે તેમણે apl-1 રેશનકાર્ડ આપવામાં આવેલ છે જેમાં એપીએલ રેશનકાર્ડ ધરાવતા કુટુંબો મધ્યમ વર્ગ કે પછાત વર્ગના છે તથા અનેક કુટુંબો છૂટક મજૂરી કરી અને પોતાનું જીવન ધોરણ ચલાવે છે તેવા એ પી એલ 1 રેશનકાર્ડ ધરાવતા કુટુંબોનો સર્વે કરી અને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો ૨૦૧૩ એન.એફ.એસ એ. કાયદાના માપદંડમાં સમાવેશ કરી તાત્કાલિક ધોરણે અનાજ પૂરું પાડવામાં આવે.
આદિવાસી સમાજના કુટુંબોને અગ્રતા કમા મા સમાવેશ કરવા માટે અંદાજે ૧૫૦૦થી વધારે અરજીઓ પુરવઠા મામલતદાર કચેરીમાં 2017 થી આજદિન સુધી આપ્યા છે આદિવાસી ભાઈઓ અને બહેનો ની પેન્ટિંગ પડેલ અરજીઓ વહેલી તકે નિકાલ કરવામાં આવે.
સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિધવા બહેનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેમજ મંજૂરી કરી પોતાનું જીવન ગુજરાન ચલાવે છે જેઓને સરકારના પરિપત્ર મુજબ વિધવા બહેનોને અતયોદય રેશનકાર્ડ ફરજિયાત બનાવી આપવો જોઈયે
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ- એકટ 2019 રદ કરો સવિધાન ની પાંચમી અનુસૂચિ નો અમલ કરો
જંગલોના સવધના. નામે ખાનગી કંપનીઓને જંગલો ની ફાળવણી બંધ કરો અને અનુસૂચિત 5 અને વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ અનુસાર જંગલોના સવધન તથા પુન નિર્માણ માટે સામુદાયિક વન અધિકાર સુનિશ્ચિત કરો.
આદિવાસી વિસ્તારમાં અનુસૂચિત બંધારણીય અધિકાર છે તેને કાયમ રાખો અને બિન આદિવાસીઓ ના હાથમાં જમીન પરત આપો તેમજ 73 .એ.એ માં જમીન સંબંધિત સંશોધનનો રદ કરો અને 73 એ એ ને કાયમી રાખો.
આદિવાસી વિસ્તારમાં પૈસા કાયદો 1996 અને ગુજરાત સરકાર દ્વારા બનાવેલા નિયમો ૨૦૧૭ અને અસરકારક અમલીકરણ કરો અને ગામે ગામ ગ્રામસભા યોજવાનો અને પૈસા કાયદો મુજબની 3 સમિતિઓ બનાવવામાં આવેલ છે તે પંચાયત પ્રમાણે નહીં પરંતુ ગામ પ્રમાણે બનાવો.
વન અધિકાર કાયદો 2006 અંતર્ગત 2006ના અગાઉથી ખેડાણ કરતા દાવેદાર ના ઘાવા અરજીઓ પેન્ડિંગ છે જે મંજુર કરવા મા આવે અને વન અધિકાર કાયદો 2006 અંતર્ગત સામુદાયિક અધિકાર જે તે ગામના દાવા મંજુર કરેલ છે તેમને તાત્કાલિક ધોરણે મંજૂર કરવામાં આવે અને અધિકાર કાયદો 2006 અંતર્ગત સામુદાયિક અધિકાર જે તે ગામમાં મજૂરી કરે છે તેમને તાત્કાલિક ધોરણે સામુદાયિક અધિકાર પત્ર આપવામાં આવે. સમયમાં કાર્યવાહી ન કરવામાં આવે તો આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ સોનગઢ આગામી દિવસોમાં ઝુંબેશ માટે તૈયાર છે જેની તંત્રને ધ્યાન દોરીએ છીએ