તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણને પગલે ગામમાં સેનેતાઇઝરના છટકાવની કામગીરી શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક લોકોએ જીવ ગુમાવી દેતાં, ગ્રામ પંચાયત તરફથી તારીખ ૧૨ થી ૧૨ દિવસ સુધી પ્રજાજનો અને વેપારીઓના સહકારથી લોકડાઉનનલ જાહેર કર્યું છે. બજારનો સમય સવારે ૭ થી બોપોરે ૧૧ સુધીનો કરાયો છે. આ અંગે પંચાયતે સુરત કલેકટર સહિત સંબંધિત અધિકારીઓને જાણ કરી દીધી છે. કેટલાક વિસ્તારોમાં કોરોનાની ટેસ્ટીંગની કામગીરી શરૂ કરાઈ છે. એતિહાસિક મોટામિયાં બાવાની દરગાહ પણ દર્શન માટે હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. ગાદીપતિ પીર સલીમુદ્દીન ચિસ્તીનાં સુપુત્ર ડોકટર પીર માતાઉદીન ચિસ્તી તરફથી કોરોનાં મહામારીમાંથી છુટકારો મળે એ માટે ખાસ દુઆ (પ્રાર્થના) કરવામા આવી છે. જયારે ગ્રામ પંચાયત દ્વારા આજે તારીખ ૧૫ ના સવારથી સમગ્ર ગામને સેનેતાઇઝર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.