માંગરોળ તાલુકાનાં હથોડા ગામમાં કોરોનાને લાગી બ્રેક, લોકડાઉન હટાવી દેવાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા હથોડા ગામમાં કોરોના કેસમાં વધારો જોવાતા, હથોડા ગ્રામ પંચાયતના તલાટીમંત્રી અને ગામના સરપંચ મુસ્તાક ભાઈ ઝીણા એ તાત્કાલિક ગ્રામ પંચાયત કચેરીએ તારીખ ૨૭ મી ઓગસ્ટના રોજ ગ્રામ પંચાયત સભ્યો અને ગામનાં વડીલોની બેઠક બોલાવી હતી. જેમાં હાજર તમામ લોકોની સલાહ સૂચન લઈ નક્કી કરી સંપૂર્ણ ગામને ૧૫ દિવસ માટે સ્વંયભુ લોકડાઉન કરવાની વાત કરી, તાત્કાલિક અમલ કરવામાં આવ્યું હતું, જેને પગલે ગામમાં બહારથી આવનારા લોકો અને ફેરિયાઓને સંપૂર્ણ બંધ કરવા ફરમાન કરાયું હતું. જ્યારે ગામમાં પણ યુવાનોની બેઠકો પર પાબંદી લાદવામાં આવી હતી, પાબંદીને માન આપી લોકોએ બંધ પાળ્યું હતું. પાછલા ૧૫ દિવસ માં કોઈ પણ પ્રકારનો કેસ આવ્યો નથી, ગામમાં હાલ કોરોનાનો એક પણ કેસ નથી, જેના પગલે ગામના સરપંચ મુસ્તાક ભાઈ ઝીણાએ લેખિતમાં ગામ વાસીઓ ખુશીના સમાચાર સાથે જાણ કરી હતી કે હથોડા ગામમાં લગાવેલ લોકડાઉન હટાવી દેવામાં આવે છે અને આજે તારીખ ૧૪ ના સોમવારથી રાબેતા મુજબ ગામની દુકાન, બેઠકો ને સોશિયલ દુરી સાથે ખોલી શકાશે. અને નાગરિકોને પોતાની સલામતી સાથે રહેવા અને હજુ પણ ફેરિયાઓ અને બહાર થી આવનારા લોકોને સાવચેતી રાખવા જણાવ્યું હતું.
રિપોર્ટ:નઝીર પાંડોર માંગરોળ સુરત.