ખેડૂતમિત્રો માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિલક્ષી સલાહ

Contact News Publisher

હવામાન આધારીત કૃષિ સલાહ

સસ્થવિજ્ઞાન વિભાગ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરુચ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂતમિત્રો માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિલક્ષી સલાહ

૧. પાક

તમામ પાકો પાક અવસ્થા : બીજ અને જમીન માવજત

કૃષિ સલાહ : પાકમાં આવતા બીજ જન્ય , જમીન જન્ય , રોગો જેવાકે સુકારો , મૂળનો કોહવારો , ધરું મૃત્યુ અને થડ નો કોહવારો વગેરે નું નિયંત્રણ કરવા માટે ટ્રાઇકોડમાઁ નો ઉપયોગ કરવો . બીજ માવજત – બીજ ને ટ્રાઇકોડમાઁથી ૧૦ થી ૨૦ ગ્રામ પ્રતિ કિલો બિયારણ પ્રમાણે વાવેતર સમયે માવજત આપવી . જમીન માવજત : ૧.૨૫ કિલો ટ્રાઇકોડમાઁ ૧૨૫ કોલો સેન્દ્રિય ખાતર જેવા કે સારા કોહવાયેલા છાણિયા ખાતર અથવા દિવેલી ના ખોળ સાથે સારી રીતે ભેળવિને ચાસમાં આપવું . ધરું માવજત ૧ થી ૧.૫ કિલો ટ્રાઇકોડમાઁ ૧૦ લિટર પાણી માં ઓગાળી દ્રાવણ તૈયાર કરી ધરુના મૂળ ને દ્રાવણ માં ડૂબાડી પછી રોપણી કરવી.

૨. પાક મગ અને ચોળી

પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ

કૃષિ સલાહ : પાનના ટપકાંનો રોગ અને ભૂકીછારો – કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં અથવા હેકઝાકોનાઝોલ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજો છટકાવ ૧૨ દિવસે કરવો. આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલ હોય તો તેને દૂર કરવા . શરૂઆતમાં રોગિષ્ટ છોડ દેખાય છોડ દેખાય તો ઉપાડી નાશ કરવ.

૩. પાક – ડાંગર

પાક અવસ્થા : ફૂટ અને જીવ અવસ્થા

કૃષિ સલાહ : રોગ અને જીવાત નિયંત્રણ – પાનની ઝાળ રોગ / બેક્ટરીયલ લીફ બ્લાઇટ રોગની શરૂઆત થાય ત્યારે ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોમાયમીન સલ્ફટ અને ૨૦ ગ્રામ કોપર ઓક્રિઝકલોરાઈડ ૫૦ % વેપા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . કરમોડી ; ખડખડીયો બ્લાસ્ટ . રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭ પ % વેપા ૬ ગ્રામ અથવા અથવા કાર્બેન્ડાઝીમ પ 0 % વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા . પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા . પણ ટ્વેદનો સુકારો – કાર્બેન્ડાઝીમ ૫૦ % વેપા ૧૦ ગ્રામ અથવા અથવા વેલીડામાયસીન 3 % એસએલ ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ઘૂસીયાં – ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જોઈએ ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવુ . પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય ફેરરોપણી પછી 30૩૫ દિવસે કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી ( ર ૦ કિ.ગ્રા . ) અથવા કાર્બોફયુરાન ૩ જી ( ૩૦ કિ.ગ્રા . ) અથવા ક્લોરાઃાનીલીપ્રોલ ૦.૪ % જી ( ૧૦ કિ . ગા ) અથવા ઇમિડાક્લોપ્રીડ ૦.૩ % જી ( ૧૫ કિ . ગ્રા ) પ્રતિ હેક્ટર પ્રમાણે ખેતમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત આપવાથી ચૂસીયાંનો ઉપદ્રવ કાબૂમાં રહે છે . ચૂસીયાં અને ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ % એસપી ૪ ગ્રામ અથવા ક્લોથીચાનીડીન ૫૦ % ડબલ્યુજી ૫ મિ.લિ. અથવા લોનીકા માઈડ ૫૦ % ડબલ્યુજી ૩ ગ્રામ અથવા લેમડા સાયલોથીન પ % ઈમી ૫ મિ.લિ. અથવા ડીનોટોફ્યુરાન ૨૦ % એસજી ૪ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ % એસસી ૨૦ મિ.લિ. અથવા થાયોમેથોક્ઝામ ૨૫ % ડબલ્યુજી ૨ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૪. પાક – કપાસ

પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ

કૃષિ સલાહ : રોગ અને જીવાત નિયંત્રણ – ખૂણિયાં ટ ૫ ક્રોનો રોગ – ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફટ અને ૪૦ ગ્રામ કોપર ઓકિઝકલોરાઈડ પ ૦ % વેપા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . સ્યુડોમોનાસ ફલ્યુરોસેન્સ જૈવિક નિયંત્રકના ર ૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા . કપાસનો મૂળખાઇ / મૂળનો સડો – કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી મૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું . મોલો મશી , થ્રિપ્સ , સફેદમાખી અને તડતડીયાં જેવી ચૂસિયા જીવાતનું નિયંત્રણ – લીમડાની લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ ( ૫ % અર્ક ) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની જૈવિક ફૂગનો પાઉડર 50 ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . ચૂસિયા જીવતનો વધારે ઉપદ્રવ જણાય તો , ફ્લોનિકામાઇડ પ O % ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ડાયફ્રેયૂરોન ૫૦ % ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. અથવા ડીનેટોફ્યુરાન ૨૦ % એસજી ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૨૦ ઈસી ૧૦ મિ.લિ. અથવા ફીપ્રોનિલ પ % એસસી ર ૦ મિ.લિ. અથવા એસીફેટ પ 0 % + ઈમીડાક્લોપ્રીડ ૧.૮ % ઐસપી ૧૦ મિ.લિ. અથવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

૫ પાક – કેળ

પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ

કૃષિ સલાહ : સીંગાટીકા – પાનનાં ત્રાકિયાં ટપકાંનો રોગ – કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન દર ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી ખેંતરની બહાર કાઢી બાળીને નાશ કરવો . • રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૫ ઇસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

૬. પાક – શેરડી

પાક અવસ્થા : પાક સંરક્ષણ

કૃષિ સલાહ : શેરડીનો વધુ ઉતારો લેવા તેમજ ખાંડની ટકાવારી લેવા રોપણી બાદ ૬ , ૭ અને ૮ મહિને એમ ત્રણ વખત ૨૫ % પર્ણો ( શેરડીના સાંઠા ઉપરના કુલ પણોના નીચે થી ચોથા ભાગના સુકા પણ કાઢી ખેતરમાં જ આવરણ તરીકે ઉપયોગ કરવો . શેરીના પાન કાઢી નાખવાથી ભીંગડાવળી જીવાત , ચીકટો વગરે જીવાતોનું તેના કુદરતી દુશ્મનો દ્વારા અસરકારક નિયંત્રણ થઈ શકે છે.

૭. પાક ભીંડા

પાક અવસ્થા : પાક સંરક્ષણ

કૃષિ સલાહ : પીળી નસનો રોગ – શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરતજ ઉપાડી છોડનો નાશ કરવો. • રોગનો ફેલાવો રોકવા ટોલફેનપાયરાડ ૧૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયફેટ્યૂરોન ૫૦ % ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩.૪ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

સૌજન્ય : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારા (તાપી)

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *