કિરાણાનાં ધંધામાં મંદિ આવી જતા ટેન્શનમાં આવી ગળે ફાંસો લગાવી યુવકનો આપઘાત
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા , વ્યારા) : વ્યારાનાં મુસા રોડ ઉપર આવેલી વાટિકા રેસીડન્સીમાં રહેતા ૩ ર વર્ષીય યુવક નામે છોટુરામ ગોમારામ ગુર્જર કે જેઓ ટાઈલ્સ ફીટીંગનું કામ કરતા હતા જેઓનું કામ બંધ થઈ જતા પોતાની કિરાણા દુકાન ચલાવતા હતા, જે ધંધામાં મંદી આવતા જેના ટેન્શનમાં આવી જઈ પોતે તેમના વાટીકા રેસીડન્સી સ્થિતિ મકાનમાં હોલના બેઠકરૂમમાં પંખાના હુકમાં નાયલોનની દોરી બાંધી તથા બીજો છેડો તેના ગળાના ભાગે બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું હતું. જે અંગે વ્યારા પોલીસમાં અકસ્માત મોતનો ગુનો નોંધાવા પામ્યો છે.