સુરત શહેર-જિલ્લામાં અતિવૃસ્તીને કારણે ખેડૂતોને ૫.૫૨ કરોડનું થયેલું નુકશાન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત શહેર-જિલ્લામાં અતિવૃસ્તીને કારણે ખેડૂતોને ૫.૫૨ કરોડનું નુકશાન થવા પામ્યું છે. જેને પગલે ખેડૂતની હાલત કફોડી બની છે.સહકારી અને ખેડૂત આગેવાનોની રજુઆતને ધ્યાને લઇ સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી અને તેમની ૫૫ જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યુ છે. જિલ્લાના નવ તાલુકાના ૫૭૩ જેટલા ગામડાઓના ૫૨૯૧ જેટલા ખેડૂતોને નુકશાન થયું છે. સર્વેમાં સુરત જિલ્લા અને શહેરમાં ખેડૂતોને થયેલ નુકસાનના આંકડા મુજબ અસરગ્રસ્ત કુલ ૭૬૮૨.૬૮ હેક્ટર જમીનમાંથી ૬૧૬૪.૮૮ હેકટર જમીનનું સર્વે પૂર્ણ કરવામાં આવ્યૂ છે. જેમાં ૩૩% કરતા વધુ નુકશાન ,૪૦૯૨.૮૩ હેક્ટર જમીનમાં થયું છે. આશરે ૫ કરોડ,૫૨ લાખ રૂપિયાનું નુકશાનનો ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. એમ ખેડૂત આગેવાન અને સુરત જિલ્લા પંચાયતના સદસ્ય એડવોકેટ દર્શનભાઈ નાયકે જણાવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *