ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીના ભાગરૂપે કોંગ્રેસ જિલ્લા કારોબારીની બેઠક યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): 173 વિધાનસભાની ખાલી થયેલ બેઠક પર પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો ને જીત મળે તે માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ,વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાણાની, અનંતભાઈ પટેલ, આનંદ ચૌધરી, તુષારભાઇ ચૌધરી, સહિત ડાંગ તાલુકા જિલ્લા પંચાયત ના પદાધિકારીઓ તથા કાર્યકરોની ઉપસ્થિતી માં યોજાઈ હતી. આ પ્રસંગે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધણાનીએ રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે આદિવાસીઓ ને જંગલ જમીન ના અધિકારોથી વંચિત રખાય રહ્યા છે. 73 aa ના નિયમોને હળવો કરી આદિવાસીઓ નો હક્ક છીનવી રહ્યા છે. આદિકાળ થી જંગલ જમીન પર આદિવાસીઓ નો હક્ક રહેલો છે જેને કેન્દ્ર સરકાર દ્વારા જંગલો ખાનગી સંસ્થાઓને સોંપી આદિવાસીઓ ને બેઘર બનાવવાની હિલચાલ કરાય રહી છે. સંવિધાન થી મળેલ આરક્ષણ ખતમ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે, જેથી તેને બચાવવા દરેક આદિવાસી સંઘઠિત થઈ કોગ્રેસને સાથ આપવો જોઈએ.આ પ્રસંગે પ્રદેસ પ્રમુખ અમિત ચાવડા એ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ 134 વર્ષ થી ગરીબ અને પછાત લોકોના હિત માટે લડત આપતી સરકાર છે.ભાજપે સરદારના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ કરી કેવડિયા ના આદિવાસીઓને પાયમાલ તરફ ધકેલી દીધા છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આદિવાસીઓ ને થતા અન્યાય થી લડવા માટે વિધાનસભા થી લઈ સ્થાનીક સ્વરાજ્ય ની ચૂંટણીમાં કોંગ્રેસને જનાદેશ આપવો જોઇએ, જેના માટે કોંગ્રેસના તમામ કાર્યકરો એ ખભેખભા મિલાવી બુથ લેવલથી કામગીરી કરી કોંગ્રેસ ને બહુમત આપવવો જોઈએ.જંગલ જમીન ના અધિકારો કોંગ્રેસ ની દેન છે. ધારાસભ્ય ની ખરીદ ફરોકટ કરી ભાગલા પાડો ને રાજ કરો ની રમત રમી રહ્યો છે. દેશના દરેક નાગરિક ને રોજગાર મળે તે માટે નરેગા જેવી યોજના પણ કોંગ્રેસે આપી છે.આ સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકરો,પદાધિકારીઓ, નેતાઓ એકજુથ થઈ કોંગ્રેસને બહુમતીથી ચુંટી લાવવા આહવાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા મુકેશભાઈ, સૂર્યકાન્તભાઈ,તાબરેઝ અહેમદ,યુથ વિનોદભાઈ ભોયે,તુષાર કામડી, તથા મહિલા મોરચા ના લતાબેન ભોયે સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી