ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરનાં ૧૧-મંડળી પ્રતિનિધિ તથા ૨ વ્યક્તિ ડેલીગેટની ચુંટણી યોજાઈ

Contact News Publisher

(માહિતી બ્યુરો, વ્યારા) તા.૦૯ઃ ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરનાં ૧૧-મંડળી પ્રતિનિધિ તથા ૨ વ્યક્તિ ડેલીગેટની ચુંટણી યોજવા માનનીય જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા અધિકૃત કરવામાં આવેલ ચુંટણી અધિકારી અને નાયબ કલેક્ટરશ્રી નિઝર જિ.તાપી દ્વારા તા.૩૦/૦૭/૨૦૨૦ નાં રોજ ચુંટણી અંગેનો કાર્યક્રમ બહાર પાડવામાં આવેલ હતો જે અંતર્ગત ૧૧-મંડળી પ્રતિનિધિઓ માટે કુલ-૧૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી તથા ૨ વ્યક્તિ ડેલીગેટ માટે કુલ-૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ૧ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા મંડળી પ્રતિનિધિઓ માટે નોંધાવેલ ઉમેદવારો પૈકી ૯ મંડળી પ્રતિનિધિઓ સામે અન્ય કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નહી નોંધાવતા તેઓ બીનહરિફ ચુંટાયેલ જાહેર કરવામાં આવેલ હતા બીનહરિફ ચુંટાયેલ ઉમેદવારોમાં (૧)દેવાળા મતદાર મંડળ-૨ માં લક્ષ્મણભાઈ પુનાજીભાઈ પટેલ રે.ચિંચોદા તા.નિઝર (૨)અંતુર્લી મતદાર મંડળ-૩ માં ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ (૩)નિઝર મતદાર મંડળ-૪ માં રમેશભાઈ નારાયણભાઈ પટેલ (૪)વેલદા મતદાર મંડળ-૫ માં તુકારામભાઈ રઘુનાથભાઈ પટેલ (૫)લક્ષ્મીખેડા મતદાર મંડળ-૬ માં નરપતભાઈ બોંડાભાઈ વળવી (૬)બાલ્દા મતદાર મંડળ-૮ માં લીંબાભાઈ રામુભાઈ પટેલ (૭)બહુરૂપા મતદાર મંડળ-૯ માં શ્રીરામભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (૮)કુકરમુંડા મતદાર મંડળ-૧૦ માં ખુશાલભાઈ બુલાખીભાઇ મરાઠે (૯)ગંગથા મતદાર મંડળ-૧૧ માં જ્યોતિબેન તારાચંદ પાડવી.
જ્યારે પિપળોદ મતદાર મંડળ-૧, પિશાવર મતદાર મંડળ-૭ અને બે વ્યક્તિગત ડેલીગેટ માટે ચુંટણી યોજાતાં સદરની ચુંટણી અંગેનું મતદાન તા.૭/૯/૨૦૨૦ નાં રોજ મંડળીનાં ઓફિસમાં સવારના ૯:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમ્યાન યોજવામાં આવેલ હતુ જે અંગેની મતગણતરી તા.૮/૯/૨૦૨૦ નાં રોજ તાલુકા સેવા સદન નિઝર ખાતે થતાં પિપલોદ મતદાર મંડળ-૧ માં શરદભાઇ શંકરભાઈ પટેલ રે.પિપળોદને તેમનાં હરિફ ઉમેદવાર રમણભાઈ જંગાભાઈ સાળવે કરતાં ૪ મતો વધુ મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. જ્યારે પિશાવર મતદાર મંડળ-૭ માં બંને હરિફ ઉમેદવારોને સરખા મતો મળતાં ચુંટણી અધિકારી દ્વારા બન્ને ઉમેદવારોનાં નામની ચિઠ્ઠી નાંખી કાઢવાની કાર્યવાહી કરતાં તેમાં કાનાભાઈ વાસુદેવભાઈ પટેલનું નામ નીકળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા.
જ્યારે વ્યક્તિગત ડેલીગેટની ચુંટણીમાં ૪ હરિફ ઉમેદવારો પૈકી આશાબેન રાજારામભાઈ પટેલ રહે.વેલદા તથા ભગવાનભાઈ સોમજીભાઈ પટેલ રહે.બહુરૂપાને તેમનાં હરિફ ઉમેદવારો કરતાં ૧-૧ મતો વધુ મળતાં તેમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. ચુંટાયેલા વ્યવસ્થાપક સમિતિના પ્રતિનીધીઓ પૈકી પ્રમુખ તથા ઉપપ્રમુખશ્રીની વરણી માટે ચુંટણી અધિકારી દ્વારા તા.૨૨/૦૯/૨૦૨૦ નાં રોજ બપોરનાં ૧૨:૦૦ કલાકે મુકરર કરવામાં આવેલ છે.
આમ, માનનીય જિલ્લા કલેક્ટરશ્રીની સીધી દેખરેખ હેઠળ ધી નિઝર તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ સંઘ લી. નિઝરની વ્યવસ્થાપક પ્રતિનીધીઓની ચુંટણી શાંતિમય રીતે પુર્ણ થતાં ચુંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ દ્વારા નિઝર તથા કુકરમુંડા તાલુકાના ખેડુત મિત્રો તથા પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other