તાપી જિલ્લાનું ગૌરવ : આદર્શ પ્રાાથમિક શાળા કપુરાના શિક્ષકા પારૂલબેન ને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું મળ્યુ સન્માન

Contact News Publisher

(માહિતી બ્યુર,વ્યારા) તા.૯ઃ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા કપુરા ખાતે ફરજ બજાવતા શ્રીમતિ પારૂલબેન પી.ચક્રવર્તી નું ૨૭ વર્ષની સેવાકાળ દરમિયાન કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિ, સામાજીક પ્રવૃત્તિ, બીએલઓ, એસ.આર.જી., તાલીમ તેમજ જિલ્લા અને રાજ્યકક્ષાએ કરેલ ઈનોવેશન બદલ ૫મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી વિભાવરીબેન,શિક્ષણ સચિવશ્રી રાવ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાયું હતું. તેમજ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર પણ એનાયત કરાયો હતો.
શ્રીમતિ પારૂલબેને ચક્રવર્તીએ અત્યંત ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્યકક્ષાએ રજુ કરેલ તેમના ઈનોવેશનની નોંધ નેશનલ લેવલે પણ લેવાઈ છે. તેના દ્વારા થતા શૈક્ષણિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરીનું સતત માર્ગદર્શન મળ્યું છે. વધુમાં હાલ કોરોના ના કપરા સમયમાં તેમણે બાળકો માટે સ્વનિર્મિત પ્રવૃત્તિ પુસ્તિકાનું નિર્માણ કરી બાળકોના ઘરે ઘર પહોંચાડીને ભારે જહેમત ઉઠાવી હતી. આમ તેમના દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવેલ કામગીરી મારા જીવનમાં શ્રેષ્ઠ સાબિત થઇ છે. જેના ફલસ્વરૂપે હું રાજ્ય સરકારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સિધ્ધિ મેળવી ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવું છું.

About The Author

2 thoughts on “તાપી જિલ્લાનું ગૌરવ : આદર્શ પ્રાાથમિક શાળા કપુરાના શિક્ષકા પારૂલબેન ને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું મળ્યુ સન્માન

  1. ધન્યવાદ, ખૂબ સરસ – આજ રીતે જાગૃતતાપૂર્વક આગળ વધો. પ્રા .શાળા કપુરા ,પારૂલબેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other