ડાંગ જિલ્લામાં વન વિભાગ હસ્તકના માર્ગોનું ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા કેબિનેટ મંત્રી બીલમાળ ખાતે અર્ધનારેશ્વર મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર મંદિર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ના ભવિકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આસપાસના વિસ્તારોમાં અંજનકુંડ,પાંડવ ગુફા સહિતના ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોના કારણે અર્ધનરેશ્વર મંદિરના અનેકરૂપી મહારાજના આશીર્વાદથી અનેક શ્રદ્ધાળુઓનો દુખ દર્દ દૂર થતાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. તેવામાં ડાંગ જિલ્લામાં વન વિભાગ હસ્તકના માર્ગોનું ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,સહિત સંગઠન પ્રભારી કરશનભાઇ પટેલ,સંસદ ડો.કે.સી.પટેલ,સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા ,માજી ધારાસભ્ય વિજયભાઈ પટેલ,મહામંત્રી કિશોભાઈ ગાવીત,દશરથભાઈ પવાર,રમેશભાઈ ગાંગુર્ડે,સહિત કાર્યકરોને દર્શનનો લાભ લીધો હતો.