તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનનાં નવાં પ્રમુખ તરીકે રાકેશ ચૌધરીની વરણી

Contact News Publisher
  • પત્રકારો માટે અલગ કાયદો, વ્યવસ્થા, વીમો, સુરક્ષા પુરી પાડવા સંદર્ભે સંગઠન એકજુથ
  • પત્રકારો પર હીટલરશાહી કે બાંયો ચડાવનાર સામે કડકાઇથી કાર્યવાહી કરવા કવાયત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તાપી જીલ્લામાં વ્યારા સર્કીટ હાઉસનાં હોલમાં તા. ૬/૯/૨૦૨૦નાં રોજ પત્રકાર એકતા સંગઠનની મીટીંગ મળી હતી. જેમાં દ.ગુજરાત ઝોન – ૪ ના પ્રભારી એસ.વાય.ભદોરિયા તેમજ સહ પ્રભારી હરજીભાઈ બારૈયાનાં નેતૃત્વમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલ પત્રકારો અને સંગઠનની સમસ્યાનાં ઉકેલ માટે પત્રકારોને સાંભળી યોગ્ય માર્ગદર્શન કર્યું હતું. એક વર્ષ થી કાર્યરત પ્રથમ પ્રમુખ એવા વિશ્વાસ દેશલેનાં સ્વૈચ્છિક રાજીનામાંથી ખાલી સ્થાન પર સર્વાનુમતે રાકેશભાઈ ચૌધરીને જિલ્લા ના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

નવા પ્રમુખનું સ્વાગત અને સન્માન કરી પ્રભારી તેમજ સહ પ્રભારીએ અભિનંદન પાઠવ્યા હતા. છેલ્લે આભાર વિધિ અને ચા નાસ્તો કરી મીટીંગ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાનાં માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની નવી નિમણુંક કરવાની ગતિવિધિ આરંભી છે. જેમાં આજ રોજ તાપી જીલ્લા પત્રકાર એકતા સંગઠનનાં પ્રમુખ તરીકે રાકેશ ચૌધરીની સર્વ સંમતિ એ થયેલી વરણીથી પત્રકાર સંગઠનમાં નવો જોશ ઉમેરાયો હતો. મીટીંગ કરી હવે પછી તમામ નવા હોદ્દાઓ પર નિમણુંક આપવામા આવશે.

પત્રકારોને સરકારી લાભો મળે અને અમુક સમયે ખોટા કેસો નોંધાય છે ત્યારે ખરેખર હવે પત્રકારોને જાગવાનો વારો આવ્યો છે. પત્રકારો માટે અલગ કાયદો, વ્યવસ્થા, વીમો, સુરક્ષા પુરી પાડવા સંદર્ભે સંગઠન એકઝુટ થઈ વહીવટી તંત્ર સમક્ષ રજુઆત કરશે. નવાં પ્રમુખની વરણી કરવા પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયાએ લીલી ઝંડી આપી હતી, ત્યારે તાપી જીલ્લાનાં પત્રકારત્વમાં નવો વળાંક આવ્યો છે. હવે પત્રકારો પર હીટલરશાહી કે બાંયો ચડાવનાર સામે કડકાઇથી કાર્યવાહી કરવા પત્રકાર એકતા સંગઠનનું માળખું મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other