ડાંગ જિલ્લાના વન વિભાગના શ્રેણીબદ્ધ માર્ગોનું ખાતમુહૂર્ત કરતા વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા 

Contact News Publisher

આદિજાતિ પ્રજાજનો અને આદિજાતિ વિસ્તારના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ – આદિજાતિ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા

સૌના સાથ-સૌના વિકાસ મંત્રને વરેલી રાજ્ય સરકાર ડાંગ જિલ્લાને વિકાસના પંથે લઈ જવા પ્રતિબદ્ધ છે : મંત્રીશ્રી વસાવા

ડાંગ જિલ્લાના વન વિસ્તારના રૂ. ૧૩૭૦.૨૨ લાખના ખર્ચે તૈયાર થનારા સાત માર્ગોનું ખાતમુહૂર્ત કરતા આદિજાતિ વિકાસ મંત્રીશ્રી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : વઘઇ: તા: ૫: વર્તમાન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આદિવાસી સમાજના સર્વાંગીણ વિકાસ માટે હંમેશા ચિંતિત અને સંવેદનશીલ છે, ત્યારે આદિવાસી હિતને વરેલી સરકારના હાથ મજબૂત કરવાની સૌ નાગરિકોની ફરજ છે તેમ, ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના વન વિભાગ હસ્તકના માર્ગોના નવિનિકરણના કામનું ખાતમુહૂર્ત કરતા વન મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું.

છેવાડાના સરહદી ડાંગ જિલ્લાના વર્ષો જુના અંતરિયાળ માર્ગોના શ્રેણીબદ્ધ ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રીએ સ્થાનિક જનપ્રતિનિધીઓની જાગરૂકતા ને કારણે રાજ્ય સરકારે ડાંગ જિલ્લાના વન વિસ્તારના ૩૧ જેટલા માર્ગોના નવિનિકરણ માટે રૂ.૩૦ કરોડ જેટલી માતબર રકમ ફાળવી છે ત્યારે આગામી દિવસોમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વધુ રૂ.૧૦ કરોડની રાશિ ડાંગ જિલ્લાને મળનાર છે તેમ પણ વધુમાં જણાવ્યું હતું.

વિકાસને વરેલી રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ડાંગના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ, કાર્યક્રમો અમલી બનાવાઈ રહ્યા છે તેમ જણાવી શ્રી ગણપતસિંહ વસાવાએ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડાંગને વિકાસને પંથે લઈ જઈ રહી છે ત્યારે સૌના સાથ-સૌના વિકાસના સરકારના અભિગમને સાર્થક કરવાનું સૌને આહવાન કર્યું હતું.

“કોવિડ-૧૯” ના નિયત પ્રોટોકોલ અનુસાર આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ સર્વશ્રી વિજયભાઈ પટેલ વિગેરેએ સ્થાનિક ડાંગી બોલીમાં રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમનો ખ્યાલ આપ્યો હતો.

ડાંગ જિલ્લાના ભવાનદગડ, બોરખલ, લિંગા, અને ગલકુંડ ખાતે યોજાયેલા આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરી, વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો. કે.સી.પટેલ, માજી મંત્રી શ્રી કરશનભાઇ પટેલ, માજી ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, સામાજિક કાર્યકરો સર્વ શ્રી બાબુરાવ ચોર્યા, અશોકભાઇ ધોરાજીયા, રમેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, કિશોરભાઈ પટેલ, રમેશભાઈ ગાંગુરડે, ગીરીશભાઈ મોદી, દશરથભાઈ પવાર, કિશોરભાઈ ગાવીત, પાંડુભાઈ ચૌધરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ડાંગના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન ડાંગી પ્રજાજનોના આસ્થા કેન્દ્રો એવા “નરડાના દેવ” તથા “અર્ધ નરનારેશ્વર ધામ (તુલસીગઢ) બીલમાળ” ની જાતમુલાકાત લઈ ઉપયોગી જાણકારી મેળવી હતી.

મંત્રીશ્રીના આ પ્રવાસ કાર્યક્રમ દરમિયાન વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, પ્રાયોજના વહીવટદાર શ્રી કે.જી.ભગોરા, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.પટેલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વસાવા, માહિતી વિભાગની ટિમ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

અંતરિયાળ વિસ્તારની મંત્રીશ્રીની આ મુલાકાતના ગામો ભવાનદગડ, બોરખલ, લિંગા, ગલકુંડ વિગેરે સ્થળોએ માહિતી વિભાગ દ્વારા યોજનાકીય સાહિત્યનું પણ વિતરણ કરાયું હતું.

મંત્રીશ્રીના હસ્તે આજે જે માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું છે તેમા (૧) ભવાનદગડ-વડથલ રોડ, (૨) ચિકટિયા-કમલપાણી, (૩) પીમ્પરી-ભવાનદગડ, (૪) બોરખલ-લિંગા, (૫) બોરખલ-હોલબારી, (૬) ચૌક્યા-લિંગા, અને (૭) ગલકુંડ-કાંચનઘાટ માર્ગનો સમાવેશ થાય છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other