વઘઇ ખાતે આદિવાસી ભવનના નિર્માણ માટે જમીનની માંગ માટે રાજેન્દ્રપુરના યુવાનો દ્વારા ડાંગ પ્રભારી મંત્રીને આવેદનપત્ર અપાયું
Contact News Publisher
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આદિવાસી ભવનના નિર્માણ માટે જમીનની માંગ માટે રાજેન્દ્રપુર ના યુવાનો દ્વારા ડાંગ પ્રભારી મંત્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં સાંસ્કૃતિક વારસો ધરાવતો હોય અહીં વિવિધ વેશભૂષા, નૃત્યો, તહેવારો અને સંસ્કૃતિ નું જતન, સંવર્ધન થાય તે હેતુથી આદિવાસી ભવનનું નિર્માણ થાય તે માટે અગાવની ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હાલ જગ્યાના કારણે આદિવાસી ભવન નો વિકાસ થઈ શક્યો નથી. ત્યારે રાજેન્દ્રપુર વઘઇ ના આદિવાસી યુવાનો દ્વારા પ્રભારી મંત્રીશ્રી રમણલાલ પાટકર ને લેખિત રજુઆત કરતા મંત્રી શ્રીએ યુવાનોને આવેદનપત્ર સંદર્ભે ઘટતું કરવા ખાતરી આપી હતી.
