ખેડૂત સમુદાય માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિ સલાહ
હવામાન આધારીત કૃષિ સલાહ
સસ્યવિજ્ઞાન વિભાગ, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, ભરુચ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂત સમુદાય માટે આગામી પાંચ દિવસની હવામાનની પરિસ્થિતી અને કૃષિ સલાહ
૧. પાક ડાંગર પાક અવસ્થા : ફૂટ અને જીવ અવસ્થા
કૃષિ સલાહ : ખાતર વ્યવસ્થાપન : દક્ષિણ ગુજરાત માટે ૧૦૦ કી.ગ્રા નાઇટ્રોજન (૨૧૮ કિલો યુરિયા) અને ૩૦ કિ.ગ્રા . ફોસ્ફરસ (૬૫ કિલો ડીએપી અથવા ૧૮૮ કિલો એસએસપી) અને ૫ કી.ગ્રા ઝિંક સલ્ફટ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે તે બજારમાં મળતા ખાતરના રૂપમાં આપી શકાય છે.પાયામાં આપવાના ખાતરો : ટકા નાઈટ્રોજન (૮૮ કિલો યુરિયા) + ૧૦૦ ટકા ફોસ્ફરસ (૬૫ કિલો ડીએપી અથવા ૧૮૮ કિલો એસએસપી) + ૧૦૦ ટકા ઝીંકસલ્ફટ (૫.૦ કિ.ગ્રા.) રોપણી વખતે જ આપી દેવો જોઈએ.પૂર્તિ ખાતર : પ્રથમ હપ્તો : ફૂટ વખતે ૪૦ ટકા (૮૮ કિલો યુરિયા) નાઈટ્રોજન આપવું . બીજો હપ્તો : જીવ પડવાની અવસ્થાએ બાકી રહેલ ૨૦ ટકા નાઈટ્રોજન ( ૪૨ કિલો યુરિયા ) આપવું.
● રોગ અને જીવાત નિયંત્રણ – પાનનો ઝાળ રોગ / બેક્ટરીયલ લીફ બ્લાઇટ – રોગની શરૂઆત થાય ત્યારે ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફટ અને ૨૦ ગ્રામ કોપર ઓકિઝકલોરાઈડ ૫૦ % વેપા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. કરમોડી / ખડખડીયો / બ્લાસ્ટ – રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ % વેપા ૬ ગ્રામ અથવા અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ % વેપા ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા. પર્ણચ્છેદનો સૂકારો – કાર્બેન્ડાઝીમ ૫૦ % વેપા ૧૦ ગ્રામ અથવા અથવા વેલીડામાયસીન ૩ % એસએલ ૧૦ મિલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ગાભમારાની ઇયળ અને ડાંગરનાં ચૂસીયા – ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડવા નાઈટ્રોજનયુકત રાસાયણિક ખાતરો ભલામણ મુજબ ત્રણ હપ્તામાં આપવા જોઈએ. ચૂસીયાંનો ઉપદ્રવ જોવા મળે કે તરત જ કયારીમાંથી પાણી નિતારી નાંખવું પ્રકાશપીંજર અને ગાભમારાના નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી વસ્તીનું નિયંત્રણ કરી શકાય. ફેરરોપણી પછી ૩૦ ૩૫ દિવસે કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૨૦ કિ.ગ્રા.) અથવા કાર્બોફ્યુરાન ૩ જી (૩૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્દ્રાનીલીપોલ ૦.૪ % જી (૧૦ કિ. ગ્રા.) અથવા ઇમિડાક્લોપીડ ૦.૩ % જી (૧૫ કિ. ગ્રા.) પ્રતિ હેક્ટર પ્રમાણે ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત આપવાથી ચૂસીયાંનો ઉપદ્રવ કાબૂમાં રહે છે. ચૂસીયાં અને ગાભમારાની ઇયળના નિયંત્રણ માટે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. અથવા એસીટામીપ્રીડ ૨૦ % એસપી ૪ ગ્રામ અથવા ક્લોથીયાની ડીન પ 0 % ડબલ્યુજી ૫ મિ.લિ. અથવા લોનીકામાઈ s ૫૦ % ડબલ્યુજી ૩ ગ્રામ અથવા લેમડા સાયલોથીન ૫ % ઈસી ૫ મિ.લિ. અથવા ડીનોટોફ્યુરાના ર 0 % એસજી ૪ ગ્રામ અથવા ફીપ્રોનીલ ૫ % એસસી ૨૦ મિ.લિ. અથવા થાયોમેથોકઝામ ૨૫ % ડબ્લ્યુજી ર ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૨. પાક – કપાસ
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
● કૃષિ સલાહ : રોગ અને જીવાત નિયંત્રણ – ખૂણિયાં ટપકાંનો રોગ -૧ ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફટ અને ૪૦ ગ્રામ કોપર ઓકિઝકલોરાઈડ ૫૦ % વેપા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સ્યુડોમોનાસ ફલ્યુરોસેન્સ જૈવેક નિયંત્રકના ર૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા. કપાસનો મૂળખાઇટ મૂળનો સડો – કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા કોપર ઓકિઝક્લોરાઇડ ૨૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું. મોલો – મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં જેવી ચૂસિયા જીવાતનું નિયંત્રણ – લીમડાની લીંબોળીની મીજનો ભૂકો ૫૦૦ ગ્રામ ( ૫ % અર્ક ) અથવા બીવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની જૈવિક ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . ચૂસિયા જીવનનો વધારે ઉપદ્રવ જણાય તો, ફ્લોનિકામા ઈડ ૫૦ % ડબલ્યુજી ? ગામ અથવા ડાયફેસ્યુરોન ૫૦ % ડબલ્યુપી ૧૦ ગ્રામ અથવા ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. અથવા ડીનેટોશૂરાન ૨૦ % એસજી ૧૦ ગ્રામ અથવા પ્રોફેનોફોસ ૫૦ % ઈસી ૧૦ મિ.લિ. અથવા ફીપ્રોનિલ ૫ % એસસી ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૫૦ % + ઈમીડાક્લોપીડ ૧.૮ % એસપી ૧૦ મિ.લિ. અથવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩. પાક – કેળ
પાક અવસ્થા : વાનસ્પતિક વૃદ્ધિ
● કૃષિ સલાહ : સીગાટોકા – પાનનો ત્રાકિયા ટપકનો રોગ – કેળના પાકમાં નીચેના ટપકાંવાળા પાન દર ૧.૫ થી ૨ મહિનાના અંતરે કાપી પેંતરની બહાર કાઢી બાળીને નાશ કરવો . • રોગ દેખાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૭પ વેપા ૨૭ ગ્રામ અથવા પ્રોપીનેબ ક o વેપા ૨૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ રપ ઇસી પ મિ.લિ ૧૦ લિટર પાણીમાં ભેળવી રોગની તીવ્રતા પ્રમાણે ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
૪. પાક રીંગણી, મરી અને ટામેટી
પાક અવસ્થા : નર્સરી અવસ્થા અને વાનસ્પતિક વૃદ્ધિ
● કૃષિ સલાહ : ધરૂ મુત્યુ ધરૂનો કોહવારો – રોગ દેખાય ત્યારે એઝીસિસ્ટ્રીબીન ૨૩ % એસસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણી અથવા ફેનામીડોન 10x + મેન્કોઝેબ ૫૦ % વેપા 30 ગ્રામ 10 લિટર પાણીનો છંટકાવ કરવો અથવા મેટાલેકિઝલ એમઝેડ ૬૮ વેપા ૨૦૦ લિટર પાણીમાં ૩૨ ગ્રામ મુજબ ઓગાળી એક ગુંઠા વિસ્તારમાં ઝ સાથી રેડવું કોકડવા – રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોય તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથીન ૩૦ % ઇસી ૩.૪ મિ.લિ. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ % ઇસી ૧૬.૬૭ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સામાન્દ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ % ઓડી ૧૮ મિ.લિ. અથવા અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ % એસસી ૧૨.૫ મિ.લિ. અથવા થાયોમેથોક્ઝામ ૨૫ % ડબલ્યુજી ૪ ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ % એસએલ ૩ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
5. પાક – શેરડી
પાક અવસ્થા : પાક સંરક્ષણ
કૃષિ સલાહ : શેરડી નો વધુ ઉતારો લેવા તેમજ ખાંડની ટકાવારી લેવા રોપણી બાદ ૬ , ૭ અને ૮ મહિને એમ ત્રણ વખત ૨૫ % પર્ણો ( શેરિીના સાંઠા ઉપરના કુલ પણો ના નીચે થી ચોથા ભાગના સુકા પર્ણો ) કાઢી ખેતરમાં જ આવરણ તરીકે ઉપયોગ કરવો . શેરિીના પાન કાઢી નાખવાથી ભીંગડાવાળી જીવાત , ચીકટો વગરે જીવાતોનું તેના કુદરતી દુશ્મનો દ્વારા અસરકારક નિયંત્રણ થઈ શકે છે.
સૌજન્ય : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વ્યારા (તાપી)