વ્યારા ખાતે ૫ સપ્ટેમ્બરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાશે
(માહિતી બ્યુરો વ્યારા-તાપી) : તા.૦૪ – તાપી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શિક્ષકોને જાહેરમાં પુરસ્કૃત કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગની યોજના મુજબ તાલુકા અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શિક્ષકોને બિરદાવવા રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તા.૦૫/૦૯/૨૦૨૦ ના રોજ કે.કે. કદમ કન્યા વિદ્યાલય, વ્યારા ખાતે સવારે ૧૧ કલાકે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાશે.
આ પ્રસંગે અતિથિ વિશેષ જિલ્લા પંચાત પ્રમુખશ્રી ગજરાબેન ચૌધરી, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ પુનાજીભાઈ ગામીત, મોહનભાઈ ઢોડિયા, આનંદભાઈ ચૌધરી, સુનિલભાઈ ગામીત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કુ.નેહાસિંઘ, જિ.શિ. સમિતિ ચેરમેન દિલીપભાઈ ચૌધરી ઉપિસ્થત રહેશે. આ પ્રસંગે તાપી કલેકટરશ્રી આર.જે. હાલાણી એ નિમંત્રણ પાઠવ્યું છે.
૦૦૦૦